Health: શિયાળામાં અંજીર ખાવાથી શરીરમાં થાય છે અનેક ફાયદા, જાણીને તમે ચોંકી જશો
શિયાળામાં અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. અંજીર શિયાળમાં ખવાતુ સૌથી મનપસંદ ફળ છે. અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે.
શિયાળામાં અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. અંજીર શિયાળમાં ખવાતુ સૌથી મનપસંદ ફળ છે. અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે. દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે.
પાચનક્રિયામાં મદદ કરે છે
અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે. દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. ફેફસાંના રોગમાં પાંચ અંજીર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળીને સવાર-સાંજ પીવું જોઇએ. અંજીરના સેવનથી સુકી ખાંસીની સમસ્યા પણ દૂર થઇ જાય છે. અંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે અંજીર ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે.
જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, તો તમે દૂધ અને અંજીરનું સેવન પણ કરી શકો છો. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અંજીરમાં હાજર વિટામિન્સ અને દૂધમાં જોવા મળતા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે.
ઔષધીય ગુણો માટે જાણીતું અંજીર આપણને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જેના કારણે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તેને દૂધમાં ભેળવીને ખાશો તો તેના ફાયદાઓ વધી જાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં અંજીર ભેળવીને ખાવાથી પણ અદ્ભુત ફાયદો થાય છે.
એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, અંજીરમાં વિટામિન A, C, E, K, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અંજીરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
અંજીરને પલાળીને ખાવાથી લાભ બમણા થઈ જાય
અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન શિયાળા દરમિયાન કરવામાં આવે તો શરીર ફિટ રહે છે. અંજીરમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે. શિયાળા દરમિયાન જો તમારે અંજીરના ફાયદા મેળવવા હોય તો રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ. અંજીરને પલાળીને ખાવાથી તેના લાભ બમણા થઈ જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )