શોધખોળ કરો

Winter Care: રસોડામાં મોજૂદ આ 6 વસ્તુઓ ફટાફટ ઓગાળશે ચરબી, ઠંડીમાં ચોક્કસથી કરો સેવન

લસણના ઉપયોગથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપવાથી લઈને ચરબી ઘટાડવા સુધી તે ઉપયોગી છે.

Winter Care:મેદસ્વીતા અનેક રોગોને આમંત્રણ આપે છે. જેના કારણે આજના યુગમાં દરેક વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે. આ માટે તેઓ જુદી જુદી રીતો અજમાવતા હોય છે. આ હોવા છતાં, વજન ઘટાડવામાં સમસ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે આપણે શરીરને જે આપીએ છીએ તે પાછું આપે છે. મતલબ કે જો આપણે ખૂબ કસરત કરીએ છીએ પરંતુ આહારનું ધ્યાન ન રાખીએ તો વજન નિયંત્રણમાં રહેતું નથી. જો આપણે ડાયટ પર ધ્યાન આપીએ અને વર્કઆઉટ ટાળીએ તો સ્થૂળતા ઘટાડવામાં તકલીફ પડે છે. એટલા માટે અમે તમને રસોડામાં હાજર એવી છ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને એક્સરસાઇઝની સાથે ડાયટમાં સામેલ કરવામાં આવે છે, તો વધારાની ચરબી ઓગળવામાં સમય લાગશે નહીં.

 સરસવનું તેલ આપણા બધા રસોડામાં હોય જ છે. પરંતુ મોટાભાગના લોકો હવે રિફાઈન્ડ તેમજ અલગ અલગ તેલનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરસવના તેલમાં અન્ય તેલની તુલનામાં ઓછી સંતૃપ્ત ચરબી હોય છે. તેથી, જો તમે વજન ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છો, તો સરસવના તેલમાં રાંધેલ ખોરાક ખાઓ. તેમાં હાજર ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

લસણના ઉપયોગથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપવાથી લઈને ચરબી ઘટાડવા સુધી તે ઉપયોગી છે. લસણમાં એલિસિન નામનું તત્વ જોવા મળે છે જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે શરીરમાંથી કોલેસ્ટ્રોલ અને ખરાબ ચરબીને દૂર કરે છે. બ્લડ શુગર કંટ્રોલ કરે છે. લસણ ખાવાથી પેટ ભરેલું રહે છે, જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.

 હળદર વિના ઉત્તર ભારતમાં કોઈ શાકભાજી તૈયાર કરવામાં આવતી નથી. હળદરમાં ફેટ બર્નિંગ ગુણ જોવા મળે છે. તે શરીરમાં સંગ્રહિત ચરબીને તોડીને તેને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમાં કેન્સરનું જોખમ ઘટાડવાની પ્રોપર્ટીઝ  છે. ત્વચાને પણ સારી રાખે છે. એટલા માટે હળદરને હૂંફાળા પાણી અથવા દૂધમાં ભેળવીને લઈ શકાય છે. શાકભાજી અને કઠોળમાં હળદરનો ઉપયોગ અવશ્ય કરો.

વજન ઘટાડવાની સાથે મેથીના દાણા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં, શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધારવામાં અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. મેથીમાં પર્યાપ્ત માત્રામાં ગેલેક્ટોમેનન હાજર છે, તે પાણીમાં દ્રાવ્ય હેટરોપોલિસેકરાઇડ તરીકે કામ કરે છે અને ચરબી ઘટાડે છે. એક ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. પછી તેને સવારે ખાલી પેટ પીવો. મેથીના દાણા ચાવીને ખાઓ. થોડા અઠવાડિયામાં તમે જોશો કે તમે પાતળા થઈ રહ્યા છો.

 મધમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તે કોલેસ્ટ્રોલ અને ચરબી ઘટાડવાનું કામ કરે છે. દરરોજ નવશેકા પાણીમાં મધ મેળવીને પીવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે. ઠંડીમાં તેનું સેવન કરવાથી શરદી તમારાથી દૂર રહે છે. આ સાથે તમે તમારી જાતને ઊર્જાવાન અનુભવો છો.

 શિયાળાની ઋતુમાં લોકો કહે છે કે દહીં અને છાશથી અંતર રાખવું જોઈએ. પરંતુ આ ખોટું છે. તમે બપોરે છાશ  લઈ શકો છો. છાશમાં માત્ર 2.2 ગ્રામ ચરબી અને 99 કેલરી હોય છે. તે વજન ઘટાડવાનું કામ કરે છે. આના નિયમિત સેવનથી ભૂખ પણ લાગતી નથી અને તમને કેલરી અને ચરબી વગરના પોષક તત્વો મળે છે.શરીર પણ હાઇડ્રેઇટ રહે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget