Foods: જો તમે Fatty Liverના દર્દી છો તો આ ફૂડ્સને ડાયટમાં કરો સામેલ
લિવર સંબંધિત રોગોમાં ફેટી લિવર સૌથી સામાન્ય છે. આમાં લિવરમાં વધુ પડતી ચરબી જમા થઈ જાય છે
Foods to reverse Fatty Liver: લિવર સંબંધિત રોગોમાં ફેટી લિવર સૌથી સામાન્ય છે. આમાં લિવરમાં વધુ પડતી ચરબી જમા થઈ જાય છે, જેના કારણે લિવરના કાર્યોમાં સમસ્યા થવા લાગે છે. સામાન્ય રીતે આની પાછળ આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની ટેવ હોય છે. તેથી તેને નોન-આલ્કોહોલિક ફેટી લિવર કહેવામાં આવે છે. કેટલાક ખોરાક ફેટી લિવરને ઠીક કરવામાં પણ મદદરૂપ થાય છે. ચાલો જાણીએ કે ફેટી લિવરને સ્વસ્થ કરવા માટે કયા ફૂડ્સને ડાયટમાં સામેલ કરવા જોઇએ
પપૈયુ
પપૈયું પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પૈપીન મળી આવે છે, જે પાચનને સુધારે છે. તે લિવર માટે પણ ખૂબ જ સારું છે, કારણ કે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, જે લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, પપૈયા લિવરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે, જે ફેટી લિવરને ઠીક કરવામાં ઘણી મદદ કરે છે.
બ્રોકલી
બ્રોકલીમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે, જેના કારણે તે સારું સ્વાસ્થ્ય જાળવવામાં ઘણી મદદ કરે છે. તેમાં સલ્ફોફેન, ફાઈબર, વિટામીન કે અને વિટામીન એ મળી આવે છે, જે ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. બ્રકોલી ખાવાથી ફેટી લિવરને ઠીક કરવામાં પણ મદદ મળે છે.
અખરોટ
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જેને હેલ્ધી ફેટ ગણવામાં આવે છે. ફેટી લિવરને સ્વસ્થ કરવા માટે હેલ્ધી ફેટ્સથી ભરપૂર ખોરાક લેવો જરૂરી છે. તેથી, તમારા આહારમાં અખરોટનો સમાવેશ લિવરમાં સંચિત ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
ફાઈબરની સાથે સાથે લીલા પાંદડાવાળા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે લિવર માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબર પાચન માટે ખૂબ જ જરૂરી છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે. આના કારણે લિવર પર અનિચ્છનીય દબાણ નથી પડતું અને તે ફેટી લિવરને ઠીક કરવામાં પણ મદદ કરે છે.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલમાં હેલ્ધી ફેટ્સની સાથે સાથે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ફેટી લિવરને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ છે.
લસણ
લસણ લિવરમાં એકઠા થયેલા ટોક્સિન્સને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે લિવરની બળતરા ઘટાડવામાં અસરકારક છે. તેથી લસણ ફેટી લિવરને ઠીક કરવામાં પણ ઘણી મદદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )