Health tips: મરી અને તેના પાવડરના પુષ્કળ છે ફાયદા જાણીએ આપ પણ દંગ કરી જશો
કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર કાળા મરી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. તેમાં વિટામિન સી, વિટામિન બી6, થાઇમીન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
Health tips: ભારતીય મસાલામાં જોવા મળતા કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર કાળા મરી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. તેમાં વિટામિન સી, વિટામિન બી6, થાઇમીન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. શરદી, ઉધરસ અને ફ્લૂમાં પણ કાળા મરી ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે અન્ય કયા ફાયદા થશે.
ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે
કાળી મરીમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે કાળા મરીમાંથી બનાવેલ ઉકાળોનું સેવન કરી શકો છો. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે.
વજન ઘટાડવામાં પણ કારગર
કાળા મરીમાં રહેલ પિપરીન અને એન્ટિઓબેસિટીની અસર તમારા વજનને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં કાળા મરીનો સમાવેશ કરી શકો છો. તમે કાળા મરીને ચામાં ઉમેરીને પી શકો છો.
ડાયાબિટિસના દર્દી માટે કારગર
તેમાં એન્ટિ-હાયપરગ્લાયકેમિક એજન્ટો હોય છે જે તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીથી પીડિત છો તો કાળા મરીને ડાયટમાં સામેલ કરી શકાય છે.
બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમે કાળા મરીનું સેવન પણ કરી શકો છો. તમે કિસમિસની સાથે કાળા મરીનું સેવન કરીને તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો.
સ્કિન માટે ફાયદાકારક
કાળી મરી તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે તમારી ત્વચા પર કાળા મરીના તેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય કાળા મરી એન્ટીએજિંગનું કામ કરે છે. ખીલ, કરચલીઓ અને ત્વચાના ડાઘ-ધબ્બા ઘટાડવામાં પણ કાળા મરી ખૂબ જ ફાયદાકારક છે.
ઇન્ફેકશનથી બચાવે છે
બેક્ટેરિયા શરીર અથવા ત્વચામાં ચેપ ફેલાવવાનું મુખ્ય કારણ છે. ચેપથી રાહત મેળવવા માટે બેક્ટેરિયાથી છૂટકારો મેળવવા માટે કાળા મળી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંશોધન મુજબ કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઈ-કોલી અને સ્ટેફાયલોકોકસ ઓરીયસ જેવા બેક્ટેરિયાને તમારા શરીરમાંથી દૂર રાખવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )