(Source: ECI/ABP News/ABP Majha)
Morning Workout: મોર્નિગ વર્કઆઉટ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે, જાણો કેવી રીતે અને ક્યારે કરવું
Morning Workout Benefits: ફિટ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે. જો સવારે વહેલા વર્કઆઉટ કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.
Morning Workout Benefits: ફિટ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે. જો સવારે વહેલા વર્કઆઉટ કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.
આજના યુગમાં ફિટ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો કે વર્કઆઉટ ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ સવારનું વર્કઆઉટ બેસ્ટ માનવામાં આવે છે. સવારે વર્કઆઉટ કરવાના ઘણા ફાયદા છે. તેનાથી અનેક પ્રકારના ખતરનાક રોગોથી બચી શકાય છે. જાણો સવારના વર્કઆઉટના શું ફાયદા થઈ શકે છે.
સવારના વર્કઆઉટના ફાયદા
હાલમાં જ બહાર પાડવામાં આવેલા એક રિસર્ચ રિપોર્ટ અનુસાર જે લોકો સવારે વર્કઆઉટ કરે છે તેમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ નહિવત છે. યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીએ તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સવારે વર્કઆઉટ કરનારા લોકોની હૃદય સંબંધિત સમસ્યાઓ ઘણી હદ સુધી ઘટી ગઈ છે. ઉપરાંત, સવારના વર્કઆઉટને બદલે અન્ય સમયે વર્કઆઉટ કરતા લોકોમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધુ જોવા મળ્યું છે.
યોગ્ય વર્કઆઉટ સમય
હેલ્થ એક્સપર્ટના મતે સવારે જ વર્કઆઉટ કરવું વધુ સારું માનવામાં આવે છે. સવારે કસરત અથવા વર્કઆઉટ કરતા લોકોના સ્વાસ્થ્યમાં વધુ સારા સુધારા જોવા મળ્યા છે. જો કે, કસરત સ્ત્રીઓ અને પુરુષો પર અલગ-અલગ અસરો કરી શકે છે. વર્કઆઉટ કરવાથી મહિલાઓ પુરૂષો કરતા ઝડપથી વજન ઘટાડી શકે છે.
સવારે વર્કઆઉટ ઉત્તમ
હેલ્થ એક્સપર્ટના મતે સવારે શરીર વધુ એક્ટિવ અને ફ્રેશ રહે છે. તેથી, વર્કઆઉટ કરવા માટે સવારનો સમય વધુ સારો છે. દિવસના અન્ય કોઈપણ સમયે અથવા રાત્રે વર્કઆઉટ કરવાથી દિનચર્યા અથવા ઊંઘની પેટર્ન પણ બદલાઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી પણ હોઈ શકે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
- દિવસની શરૂઆત થોડી શારીરિક પ્રવૃત્તિથી કરો.
- જો વર્કઆઉટ ન કરી શકાય તો થોડી વાર ચાલવું.
- લિફ્ટને બદલે સીડી ઉપર જાઓ.
- ઘરે દોરડા કૂદવાનું શરૂ કરો.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )