Travel tips: આપ ટ્રાવેલિંગના શોખીન છો તો આ આઉટફિટ જરૂર કરો ટ્રાય
કેટલાક લોકોને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ પણ હોય છે, ટ્રાવેલમાં આપણે સામાન્ય રીતે કમ્પફર્ટ આઉટફિટ જ પસંદ કરીએ છીએ પરંતુ મહિલાઓની વાત કરીએ તો માત્ર કમ્ફર્ટથી કામ નથી ચાલતું.
Travel tips:કેટલાક લોકોને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ પણ હોય છે, ટ્રાવેલમાં આપણે સામાન્ય રીતે કમ્પફર્ટ આઉટફિટ જ પસંદ કરીએ છીએ પરંતુ મહિલાઓની વાત કરીએ તો માત્ર કમ્ફર્ટથી કામ નથી ચાલતું. મહિલાઓ કમ્ફર્ટ સાથે સ્ટાઇલિશ દેખાવવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં કેવા આઉટફિટ ટ્રાય કરી શકાય જાણીએ...
કેટલાક લોકોને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે, ટ્રાવેલિંગમાં જો કમ્ફર્ટ આઉટફિટ પસંદ કરવામાં આવે તો પ્રવાસના થાક નથી લાગતો અને તેને અન્જોય કરી શકો છો. ટ્રાવેલમાં કમ્ફર્ટની સાથે સ્ટાઇલિશ આઉટફિટ પ્રીફર કરવામાં આવે છે જેથી ફોટો સારા આવે જે યાદગાર રહી જાય.
લૂઝ ફિટ જિન્સ
ટ્રાવેલિગ કરતી વખતે આપ લૂઝ ફિટ જિન્સને પહેરી શકો છો. આપ તેને ટોપ કે કુર્તી સાથે કેરી કરી શકો છો.લૂઝ જિન્સ બેસવા અને ચાલવામાં વધુ કમ્ફર્ટ રહે છે. લોન્ગ જર્ની માટે આ આઉટફિટ બેસ્ટ છે.
જમ્પ સૂટ
જમ્પ શૂટની ફેશન ફરી એકવાર ટ્રેંડમાં છે. ટ્રાવેલમાં આપ જમ્પશૂટ કેરી કરી શકો છો. જમ્પશૂટ પણ એક બેસ્ટ ઓપ્શન છે. આપ લૂઝ કે ફંકી જમ્પશૂટ પણ ટ્રાય કરી શકો છો. જો કે લોન્ગ જર્નિ માટે આ આઉટફિટ યોગ્ય નથી.
શૂઝ
ટ્રાવેલિંગ દરમિયાન સેન્ડલ કે સ્લીપર આપને કમ્ફર્ટ નહી ફિલ કરાવે, આ સ્થિતિમાં યાત્રા માટે શુઝને પસંદ કરો. તેનાથી બેલેન્સ જળવાય છે અને ચાલવામાં કમ્ફર્ટ રહે છે. જો કે શુઝની સાથે એક્સ્ટ્રા સ્લીપર ચોક્કર રાખવા જોઇએ.
કફતાન ડ્રેસ
જો આપ બીચ પર જઇ રહ્યાં હો તો કફતાન ડ્રેસ પસંદ કરી શકો છો. આ ડ્રેસ લૂઝ હોવાની સાથે એક્ટ્રેક્ટિવ લૂક પણ આપે છે. તેમાં આપનું લૂક યુનિક લાગે છે. આ આઉટફિટ આજકાલ ટ્રેન્ડમાં પણ છે. કફતાન સાથે આપ જિન્સ, જેગિંસ કેરી કરી શકો છો. ટ્રીપ સિવાય આપ તેને ઘરે પણ પહેરી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )