શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

World AIDS Day:  સ્ત્રીઓમાં પુરુષો કરતાં અલગ હોય છે એઇડ્સના લક્ષણો, આ રીતે ઓળખો

World AIDS Day: આજે 1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ એઇડ્સ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં એઈડ્સના લક્ષણો જુદા હોય છે. જાણો તેમના વિશે..

World AIDS Day: દર વર્ષે 1 ડિસેમ્બરને 'વિશ્વ એઇડ્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને એઇડ્સ વિશે જાગૃત કરવામાં આવે છે અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવવામાં આવે છે. આજે પણ આ રોગ માટે કોઈ નવી દવા કે સારવાર નથી બની. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર 2021ના અંત સુધીમાં વિશ્વભરમાં 3.84 કરોડ લોકો છે. જેઓ HIV વાયરસથી સંક્રમિત છે. 2021માં વિશ્વભરમાં લગભગ 6.5 લાખ લોકો એચઆઈવીને કારણે મૃત્યુ પામ્યા છે.

એચઆઈવી અને તેના ચેપના આવા ઘણા પ્રારંભિક લક્ષણો છે જેને લોકો મામૂલી ગણીને અવગણના કરે છે. કારણ કે આ લક્ષણો શરદી અને ફ્લૂ જેવા સામાન્ય રોગો જેવા છે. જો આ લક્ષણો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો આ રોગનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં એઈડ્સના લક્ષણો અલગ-અલગ હોય છે. આજે આ આર્ટીકલ દ્વારા જાણીએ કે મહિલા એઈડ્સને કેવી રીતે ઓળખી શકે છે.

પીરિયડના સમયગાળામાં બદલાવ

જે મહિલાઓમાં એચઆઈવી વાયરસ પ્રવેશ કરે છે, તેમનું પીરિયડ સાયકલ બગડવા લાગે છે. કેટલીક મહિલાઓના પીરિયડ્સ બંધ થઈ જાય છે જ્યારે કેટલીક મહિલાઓને સામાન્ય કરતાં વધુ કે ઓછા પીરિયડ્સ જેવી સમસ્યા હોય છે.

અચાનક વજન ઘટવું

એચઆઈવી વાયરસ શરીરમાં પ્રવેશતાની સાથે જ ભૂખમાં ઘટાડો કરે છે અને શરીરમાં પોષક તત્ત્વોના શોષણમાં પણ અવરોધ ઊભો કરે છે. જો તમારું વજન સતત ઘટી રહ્યું હોય તો તે HIVનું લક્ષણ હોઈ શકે છે.

પેટની સમસ્યાઓ

જો તમને પેટમાં કોઈને કોઈ સમસ્યા થતી રહે છે તો આ પણ ચેતવણીની વાત છે. તરત જ તમારા પેટની તપાસ કરાવો જેથી તમે જાણી શકો કે આવું કેમ છે.

લસિકા ગાંઠો

લસિકા ગાંઠો ગળામાં, માથાની પાછળ, જંઘામૂળ અને બગલમાં હોય છે. આ ગાંઠો રોગપ્રતિકારક શક્તિનો ભાગ છે. HIV વાયરસ શરીરમાં પ્રવેશતાની સાથે જ તે આપણી રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે, જેના કારણે લસિકા ગાંઠોમાં સોજો આવે છે. જો તમને લસિકા ગાંઠોમાં સોજો આવે છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

તાવ અથવા ઊંઘ

HIV વાયરસને કારણે ફ્લૂ અને હળવો તાવ જેવા ઘણા લક્ષણો જોવા મળે છે. જો તમને વારંવાર તાવ આવતો હોય તો આ પણ HIVનું લક્ષણ હોઈ શકે છે. બીજી બાજુ, જો તમે કંઈપણ કર્યા વિના શરીરના જુદા જુદા ભાગોમાં થાક અને દુખાવો અનુભવો છો, તો આ એચઆઈવી વાયરસને કારણે પણ હોઈ શકે છે.

શરીર પર લાલ ચકામાં

એચઆઈવીનું સૌથી સામાન્ય લક્ષણ શરીરમાં લાલ ચકામા છે. આના કારણે કેટલાકને ખંજવાળ આવે છે અને કેટલાકને નથી આવતી. આ ફોલ્લીઓ દરેક વ્યક્તિમાં જુદી જુદી રીતે થઈ શકે છે, પરંતુ, જો તમે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

એઇડ્સ કેવી રીતે ફેલાય છે?

  • જો કોઈ સ્ત્રી પ્રોટકશન વિના કોઈ પુરુષ (એચઆઈવી સંક્રમિત) સાથે જાતીય સંભોગ કરે છે, તો તે એડ્સ તરફ દોરી શકે છે.
  • એક જ સોયનો વારંવાર ઉપયોગ પણ એઇડ્સનું કારણ બની શકે છે.
  • ખુલ્લા ઘા ના સંપર્કમાં આવવાથી પણ એઈડ્સ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Embed widget