શોધખોળ કરો

દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!

how much tea to drink daily: વધુ પડતી ચા પીવાથી એસિડિટીથી લઈને હાર્ટ સુધીની બીમારીઓ થઈ શકે છે. નિષ્ણાતો પાસેથી જાણો ઉંમર પ્રમાણે ચા પીવાની સાચી માત્રા અને સમય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વધુ પડતી ચા કેફીનનું પ્રમાણ વધારી બેચેની, અનિદ્રા, ચિંતા વધારે.
  • કિશોરોએ ૧-૨ કપ, સ્વસ્થ પુખ્ત વયના લોકોએ ૩-૫ કપ ચા પીવી.
  • ખાલી પેટે કે જમ્યા પછી તરત ચા પીવાથી પાચન અને આયર્ન શોષણ પર અસર.
  • ગ્રીન ટી હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સરનું જોખમ ઘટાડે, વજન ઘટાડે.

how much tea to drink daily: ભારતમાં સવારની શરૂઆત ચા વિના સાવ અધૂરી માનવામાં આવે છે. કેટલાક લોકોને પથારીમાંથી ઊઠતાવેંત 'બેડ ટી' જોઈએ છે, તો કેટલાક લોકો કામની વચ્ચે આખો દિવસ ચાની ચુસકીઓ મારતા રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ઉંમર અને સ્વાસ્થ્ય પ્રમાણે તમારે દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? નિષ્ણાતોના મતે, જરૂર કરતાં વધુ ચા પીવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. ડોક્ટરો એમ નથી કહેતા કે ચા પીવાનું સાવ બંધ કરી દો, પણ તેનું યોગ્ય પ્રમાણ જાળવવું જરૂરી છે. ચાલો, આજે સમજીએ કે કઈ ઉંમરના લોકોએ કેટલી ચા પીવી જોઈએ અને તેના ફાયદા-ગેરફાયદા શું છે.

ચાના સ્વસ્થ વિકલ્પો: ગ્રીન ટીનો ટ્રેન્ડ

હેલ્થલાઇન વેબસાઇટની માહિતી મુજબ, ચામાં રહેલું કેફીન શરીરને એનર્જી તો આપે છે, પણ જો વધુ પડતું પીવામાં આવે તો તે નુકસાન પણ કરે છે. આજકાલ લોકો ગ્રીન ટી (Green Tea) તરફ વધુ વળ્યા છે, કારણ કે તેમાં 'કેટેચીન' નામનું એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

ગ્રીન ટી પીવાથી હૃદય રોગ, ટાઇપ 2 ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ ઘટે છે.

રિસર્ચ દર્શાવે છે કે ગ્રીન ટી મેટાબોલિઝમ વધારીને ચરબી (વજન) ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે.

દિવસમાં કેટલી ચા પીવી જોઈએ?

તો મોટો સવાલ એ છે કે ખરેખર કેટલી ચા પીવી યોગ્ય છે? આનો આધાર તમારી ઉંમર, સ્વાસ્થ્ય અને જીવનશૈલી પર રહેલો છે:

કિશોરો અને યુવાનો: આ ઉંમરના લોકોએ દિવસમાં 1 થી 2 કપથી વધુ કેફીનયુક્ત ચા પીવાનું ટાળવું જોઈએ.

સ્વસ્થ પુખ્ત વયના લોકો: એકદમ સ્વસ્થ વ્યક્તિઓ માટે દિવસમાં 3 થી 5 કપ ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

વધુ પડતી ચા પીવાના ગેરફાયદા

જો તમે લિમિટ કરતાં વધુ ચા પીઓ છો, તો શરીરમાં કેફીનનું પ્રમાણ વધે છે. ડોક્ટરો ચેતવણી આપે છે કે વધુ પડતી કેફીનથી શરીરમાં અનેક નુકસાન થઈ શકે છે:

બેચેની થવી અને ઊંઘ ન આવવી (અનિદ્રા).

માથાનો દુખાવો, પેટ ખરાબ થવું અને એન્ઝાયટી (ચિંતા) વધવી.

ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ ચા પીવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું કેફીન જોખમ વધારી શકે છે.

નિષ્ણાતોના મતે, કોઈપણ વ્યક્તિએ દિવસભરમાં 300 મિલિગ્રામથી વધુ કેફીનનું સેવન ન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો

આ વાતોનું પણ ખાસ ધ્યાન રાખો

નિષ્ણાતો કહે છે કે માત્ર ચાની સંખ્યા જ નહીં, પણ ચા પીવાનો 'સમય' પણ સૌથી વધુ મહત્વનો છે.

ખાલી પેટે: ક્યારેય સવારે સીધી ખાલી પેટે ચા ન પીવી, તેનાથી એસિડિટી અને પાચનની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

જમ્યા પછી તરત: જમ્યા પછી તરત જ ચા પીવાની આદત ટાળો, કારણ કે આમ કરવાથી શરીર ખોરાકમાંથી આયર્ન (Iron) બરાબર શોષી શકતું નથી.

ડિસ્ક્લેમર: આ માહિતી વિવિધ રિસર્ચ અને આરોગ્ય નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. આને કોઈ તબીબી સલાહનો વિકલ્પ ન સમજવો. તમારી દિનચર્યા કે ડાયેટમાં કોઈ પણ નવો ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

દિવસમાં કેટલી ચા પીવી જોઈએ?

તમારી ઉંમર, સ્વાસ્થ્ય અને જીવનશૈલી પર આધાર રાખે છે. કિશોરો અને યુવાનો માટે 1-2 કપ, જ્યારે સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે દિવસમાં 3-5 કપ ગ્રીન ટી ફાયદાકારક છે.

વધુ પડતી ચા પીવાથી શું નુકસાન થઈ શકે છે?

વધુ પડતી ચાથી કેફીનનું પ્રમાણ વધે છે, જેના કારણે બેચેની, અનિદ્રા, માથાનો દુખાવો, પેટ ખરાબ થવું અને ચિંતા વધી શકે છે.

શું સગર્ભા સ્ત્રીઓએ ચા પીવી જોઈએ?

સગર્ભા સ્ત્રીઓએ ચા પીવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું કેફીન જોખમ વધારી શકે છે.

શું ખાલી પેટે ચા પીવી યોગ્ય છે?

ના, ક્યારેય સવારે સીધી ખાલી પેટે ચા ન પીવી જોઈએ. તેનાથી એસિડિટી અને પાચનની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

જમ્યા પછી તરત ચા પીવાથી શું થાય છે?

જમ્યા પછી તરત ચા પીવાથી શરીર ખોરાકમાંથી આયર્ન બરાબર શોષી શકતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget