શોધખોળ કરો

સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો

હોંગકોંગ યુનિવર્સિટીના નવા રિસર્ચમાં મોટો ખુલાસો; 3 દિવસ અલગ અલગ કસરત કરવાને બદલે અઠવાડિયામાં 1 જ વાર 75 મિનિટ 'ઇન્ટરવલ ટ્રેનિંગ' કરવાથી પણ પૂરો ફાયદો મળશે અને પેટની ચરબી ઘટશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એક અભ્યાસ મુજબ, અઠવાડિયામાં માત્ર એક દિવસ કસરત કરવાથી વજન ઘટાડી શકાય છે.
  • ઇન્ટરવલ ટ્રેનિંગ, જેમાં તીવ્ર કસરત અને આરામનો સમાવેશ થાય છે, ખૂબ અસરકારક છે.
  • 315 લોકો પર થયેલા પ્રયોગમાં, અઠવાડિયામાં 1 દિવસની કસરત 3 દિવસ જેટલી જ લાભદાયી રહી.
  • 1 દિવસની કસરત કરવાથી શરીરની ચરબી, કમરની સાઈઝ અને ફિટનેસમાં સુધારો જોવા મળ્યો.

interval training weight loss: આજની ભાગદોડ ભરી જિંદગીમાં ઘણા લોકો પાસે રોજ જિમ જવાનો કે કસરત કરવાનો સમય નથી હોતો. નોકરી, ઘર, ભણતર અને અન્ય જવાબદારીઓના ચક્કરમાં ફિટનેસ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. પણ હવે આવા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. હોંગકોંગ યુનિવર્સિટીના તાજેતરના એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, જો યોગ્ય રીતે કસરત કરવામાં આવે તો અઠવાડિયામાં માત્ર 1 દિવસ કસરત કરીને પણ વજન અને શરીરની વધારાની ચરબી સરળતાથી ઘટાડી શકાય છે.

આ રિસર્ચ હોંગકોંગ યુનિવર્સિટીની LKS ફેકલ્ટી ઓફ મેડિસિનના 'સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ'ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે શું અઠવાડિયામાં 1 વાર કરવામાં આવતી 'ઇન્ટરવલ ટ્રેનિંગ' (Interval Training) અઠવાડિયામાં 3 વાર કરવામાં આવતી ટ્રેનિંગ જેટલી જ અસરકારક છે કે નહીં? આપણે જાણીએ છીએ કે દુનિયાભરમાં અત્યારે મેદસ્વિતા (વજન વધવું) એક મોટી સમસ્યા બની ગઈ છે. પેટની આસપાસ જમા થતી ચરબીને કારણે હાર્ટની બીમારીઓ અને અન્ય ગંભીર રોગો તેમજ અકાળ મૃત્યુનું જોખમ વધી જાય છે. વજન ઘટાડવા માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે, પણ વ્યસ્ત શેડ્યુલને કારણે મોટાભાગના લોકો કસરત માટે સમય કાઢી શકતા નથી.

શું છે ઇન્ટરવલ ટ્રેનિંગ અને કેવી રીતે થયું રિસર્ચ?

ઇન્ટરવલ ટ્રેનિંગ એક એવી કસરતની રીત છે જેમાં થોડીવાર માટે ખૂબ જ ફાસ્ટ કે ભારે કસરત કરવામાં આવે છે અને પછી તરત જ થોડીવાર એકદમ ધીમી કસરત કરી બોડીને આરામ અપાય છે. વજન અને પેટની ચરબી ઘટાડવા માટે આ રીત બહુ જ અસરકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 વાર આ કસરત કરવી જોઈએ, પણ સમયના અભાવે લોકો આ કરી શકતા નથી. આ સમસ્યાનો ઉકેલ શોધવા નિષ્ણાતોએ સપ્ટેમ્બર 2021 થી સપ્ટેમ્બર 2024 વચ્ચે વધુ વજન અને પેટની ચરબી ધરાવતા 315 લોકો પર એક પ્રયોગ કર્યો. આ લોકોને 3 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ રોજ સવારે ખાલી પેટે આ નાનું ફળ ખાવાથી થશે ચોંકાવનારા ફાયદા!

રિસર્ચનું ચોંકાવનારું રિઝલ્ટ: 1 દિવસની કસરત પણ પૂરતી છે!

આ પ્રયોગમાં પહેલા ગ્રુપે અઠવાડિયામાં માત્ર 1 જ વાર સળંગ 75 મિનિટ સુધી ઇન્ટરવલ ટ્રેનિંગ કરી. બીજા ગ્રુપે આ જ 75 મિનિટની કસરતને અઠવાડિયાના 3 દિવસમાં વહેંચીને કરી. જ્યારે ત્રીજા ગ્રુપને કોઈ કસરત ન કરાવી માત્ર હેલ્થ એજ્યુકેશન આપવામાં આવ્યું.

16 અને 32 અઠવાડિયા પછી જ્યારે બધાના શરીરની ચરબી, કમરની સાઈઝ અને વજનની તપાસ કરવામાં આવી, ત્યારે રિઝલ્ટ એકદમ ચોંકાવનારું હતું. જે લોકો અઠવાડિયામાં 1 વાર 75 મિનિટ કસરત કરતા હતા અને જેઓ 3 વાર કસરત કરતા હતા, બંનેના વજન અને ચરબીમાં એકસરખો જ ઘટાડો જોવા મળ્યો હતો! એટલું જ નહીં, બંને ગ્રુપના લોકોના હાર્ટ અને શ્વસનતંત્રની ફિટનેસમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો હતો. એટલે કે, જો તમારી પાસે રોજ સમય ન હોય, તો અઠવાડિયામાં માત્ર એક જ દિવસ થોડો વધુ સમય ફાળવીને કસરત કરી લેવાથી પણ તમે એકદમ ફિટ રહી શકો છો.

આ પણ વાંચોઃ હાર્ટ અટેક આવતા પહેલા શરીર આપે છે આ 8 સંકેત

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું અઠવાડિયામાં માત્ર 1 દિવસ કસરત કરવાથી વજન ઘટાડી શકાય છે?

હા, હોંગકોંગ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ, અઠવાડિયામાં માત્ર 1 દિવસ 75 મિનિટ ઇન્ટરવલ ટ્રેનિંગ કરવાથી પણ વજન અને શરીરની ચરબી ઘટાડી શકાય છે.

ઇન્ટરવલ ટ્રેનિંગ શું છે?

ઇન્ટરવલ ટ્રેનિંગમાં થોડીવાર માટે ભારે કસરત કરીને તરત જ ધીમી કસરત કરીને શરીરને આરામ અપાય છે. તે વજન ઘટાડવા માટે અસરકારક છે.

રિસર્ચમાં કેટલા લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો?

આ પ્રયોગમાં વધુ વજન અને પેટની ચરબી ધરાવતા 315 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

અઠવાડિયામાં 1 દિવસની કસરત અને 3 દિવસની કસરતમાં શું ફરક છે?

રિસર્ચના પરિણામો મુજબ, 1 દિવસ 75 મિનિટની કસરત અને 3 દિવસમાં વહેંચેલી 75 મિનિટની કસરત બંનેના વજન અને ચરબી ઘટાડવામાં સમાન અસરકારક છે.

Advertisement

ટોપ સ્ટોરી

મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
Advertisement

વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Embed widget