શોધખોળ કરો

ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

easy weight loss tips: વજન ઘટાડવા માટે કોઈ મોંઘા ડાયેટ કે કલાકોના વર્કઆઉટની જરૂર નથી, માત્ર 5 સરળ અને રોજિંદી આદતો અપનાવીને તમે પણ ફિટ થઈ શકો છો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ફિટનેસ ઇન્ફ્લુએન્સર દિશાએ 4 મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું.
  • રોજિંદા જીવનમાં નાના ફેરફારોથી વજન ઘટાડી શકાય છે.
  • ચાલવાની આદત, પાણી, ફાઇબર અને ઘરનું ભોજન મદદરૂપ.
  • ખાંડવાળા પીણાં ટાળો, કેલરી ડેફિસિટ અને ધીરજ રાખો.

easy weight loss tips: આજકાલ વજન ઘટાડવાની વાત આવે એટલે લોકો સૌથી પહેલા કડક ડાયેટ, જિમમાં કલાકો સુધી પરસેવો પાડવાનું અને અસંખ્ય નિયમો વિશે જ વિચારે છે. પરંતુ, ફિટનેસ ઇન્ફ્લુએન્સર દિશા મગ્ગુએ આ માન્યતા તોડી છે. તેણે કોઈ પણ ફેન્સી ડાયેટ કે કડક નિયમો વગર માત્ર 4 મહિનામાં 15 કિલો વજન ઘટાડીને સૌને ચોંકાવી દીધા છે. દિશાનું માનવું છે કે વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, પરંતુ રોજિંદા જીવનમાં કેટલાક નાના અને યોગ્ય ફેરફારો લાંબા ગાળે મોટું પરિણામ આપી શકે છે. જે લોકો કડક નિયમોના ડરથી વેઇટ લોસ જર્ની શરૂ નથી કરી શકતા, તેમના માટે આ 5 સરળ આદતો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

1. ચાલવાની આદત અને પૂરતું પાણી

દિશાના મતે, વજન ઘટાડવાની શરૂઆત સૌથી સરળ કસરત એટલે કે 'ચાલવા'થી કરવી જોઈએ. લોકો ઘણીવાર ચાલવાના ફાયદાઓને નજરઅંદાજ કરે છે, પરંતુ તે એક બેસ્ટ કાર્ડિયો વર્કઆઉટ છે. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવાની આદત પાડો. આ ઉપરાંત, સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ પૂરતું પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે, દિવસભર એનર્જી જળવાઈ રહે છે અને વારંવાર ભૂખ પણ નથી લાગતી.

2. ડાયેટમાં ફાઇબરનો ઉમેરો

મોટાભાગે લોકો વજન ઘટાડવા માટે માત્ર પ્રોટીન પર જ ધ્યાન આપે છે, પણ ફાઇબરને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. ડાયેટમાં ફાઇબરવાળો ખોરાક સામેલ કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પાચનતંત્ર પણ સુધરે છે. આ સાથે તે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

3. ઘરનું જમવાનું છે સૌથી બેસ્ટ

વજન ઘટાડવાનું બીજું મોટું સિક્રેટ 'ઘરનું જમવાનું' છે. બહારના અને પ્રોસેસ્ડ ફૂડમાં છૂપી કેલરી અને વધુ પડતી ખાંડ હોય છે, જે વજન વધારે છે. જ્યારે ઘરે બનાવેલા જમવામાં તેલ, મીઠું અને મસાલા પર આપણો પૂરો કંટ્રોલ હોય છે, જે વધારાની કેલરી શરીરમાં જતી અટકાવે છે.

આ પણ વાંચોઃ સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો

4. કેલરી ડેફિસિટ (Calorie Deficit)

વજન ઘટાડવાનું સૌથી મોટું વિજ્ઞાન છે 'કેલરી ડેફિસિટ'. એટલે કે, તમારું શરીર આખો દિવસમાં જેટલી કેલરી બાળે છે, તેના કરતા રોજિંદા ખોરાકમાં થોડી ઓછી કેલરી લેવી. આ માટે પોતાના ખોરાકની પસંદગી પર ધ્યાન આપો.

5. ખાંડવાળા પીણાં ટાળો અને સાતત્ય જાળવો

કોલ્ડ ડ્રિંક્સ કે પેકેજ્ડ જ્યૂસ પીવા કરતા આખા ફળો ખાવાનો આગ્રહ રાખો. દિશા સ્પષ્ટ કહે છે કે વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ છડી નથી હોતી. યોગ્ય આહાર, નિયમિત એક્ટિવિટી અને ધીરજ જ તમને સફળતા અપાવશે. સાતત્ય જાળવી રાખશો તો ભૂખ્યા રહ્યા વિના જ તમે હકારાત્મક પરિણામો મેળવી શકશો.

આ પણ વાંચોઃ દરરોજ સીડીઓ ચઢવા-ઉતરવાથી શરીરમાં થશે આ બદલાવ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

વજન ઘટાડવા માટે કયા પ્રકારની કસરત સૌથી સરળ છે?

વજન ઘટાડવા માટે સૌથી સરળ કસરત ચાલવું છે. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક છે.

ડાયેટમાં ફાઇબર શા માટે મહત્વનું છે?

ફાઇબરયુક્ત આહાર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, પાચનતંત્ર સુધારે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે ઘરનું જમવાનું શા માટે શ્રેષ્ઠ છે?

ઘરના ભોજનમાં તેલ, મીઠું અને મસાલા પર તમારો કંટ્રોલ રહે છે, જે બહારના કે પ્રોસેસ્ડ ફૂડમાં રહેલી વધારાની કેલરીને અટકાવે છે.

કેલરી ડેફિસિટ એટલે શું અને તે કેવી રીતે મદદ કરે છે?

કેલરી ડેફિસિટ એટલે શરીર જેટલી કેલરી બાળે છે તેના કરતાં ઓછી કેલરી લેવી. ખોરાકની યોગ્ય પસંદગી કરીને આ પ્રાપ્ત કરી શકાય છે.

વજન ઘટાડવા માટે સાતત્ય શા માટે જરૂરી છે?

વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ ઉપાય નથી. યોગ્ય આહાર, નિયમિત પ્રવૃત્તિ અને ધીરજ સાથે સાતત્ય જાળવી રાખવાથી ભૂખ્યા રહ્યા વિના હકારાત્મક પરિણામો મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Embed widget