શોધખોળ કરો
શું આપના લાંબા સમયથી વાળ ખરે છે? તો હાયપોથાયરાઇડિઝ્મ સહિતના આ ટેસ્ટ કરાવવા જરૂરી
મોટાભાગના લોકોમાં વાળ ખરવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા પાછળ અનેક કારણો જવાબદાર છે, જો બદલતી સિઝન સાથે વાળની યોગ્ય દેખરેખ ન કરવામાં આવે તો પણ આ સમસ્યા થઇ શકે છે. તેમજ વિટામિનની ઉણપના કારણે પણ વાળ ખરે છે. તેમજ તો હાયપોથાયરાઇડિઝ્મની સમસ્યા પણ આ માટે જવાબદાર છે

હેલ્થ:દોડભાગભરી જિંદગી અને અયોગ્ય આહારશૈલીના કારણે વાળ ખરવા તે સામાન્ય સમસ્યા બની ગઇ છે.મોટાભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. શરીરમાં કેટલાક પોષકતત્વોની ખામીના કારણે વાળ ખરવાની સમસ્યા થઇ શકે છે.
ન્યુટ્રિશ્યન
આહારમાં પોષણતત્વની ખામીના કારણે વાળ ખરવાની સમસ્યા થઇ શકે છે. જો આપ પણ આ સમસ્યાથી પિડાતા હો તો. ઇંડા, દૂધ, કઠોળ, આપની ડાયટમાં સામેલ કરો.
હિમોગ્લોબિન
જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો પણ વાળ ખરવાની સમસ્યા ઉત્પન થઇ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે આયર્ન સપ્લિમેન્ટ્સ લેવું જોઇએ. ઉપરાંત વિટામિન B12 અને વિટામિન D3ની ઉણપથી પણ આ સમસ્યા થઇ શકે છે.
આ ટેસ્ટ કરાવવા જરૂરી
જો વધુ પડતા વાળ ખરતા હોય તો આ સમસ્યામાં હાયપોથાઇરોડિઝમ, ડાયાબિટીઝ મેલીટસની તપાસ કરાવવી જરૂરી છે. એરા હેલ્થ મુજબ, વાળ ખરવા, ખીલની સમસ્યા તેમજ બિન-આવશ્યક વાળની વૃદ્ધિની સમસ્યામાં પોલીસીસિસ્ટિક ઓવરિયન સન્ડ્રોમની તપાસ કરવી પણ અનિવાર્ય બની જાય છે. પ્રેગ્નન્સી બાદ પણ આ સમસ્યા રહે છે. જેમાં મલ્ટી વિટામિનની ગોળી કારગર સાબિત થાય છે.
તણાવ
માનસિક તણાવ સતત અનુભવાતો હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યાને નિવારવા માટે, પૂરતી ઊંઘ, યોગ, ધ્યાન અને સંતુલિત આહાર ઉપયોગી સાબિત થઇ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ગેજેટ
દેશ
Advertisement
