Women Health: પિરિયડ દરમિયાન જો આ સમસ્યા વધી જાય તો સાવધાન, જાણો કારણો અને એક્સ્પર્ટનો મત
Women Health: કોઈપણ પિરિયડ્સની મહત્તમ અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોવી જોઈએ. જો તમારો પીરિયડ્સ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.
Periods Problem: નિષ્ણાતે કહેવું છે કે, કોઈપણ પિરિયડસની વધુમાં વધુ અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોય છે. પરંતુ જો તમારી માસિક સ્રાવ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
પીરિયડ્સએ સ્ત્રીઓ માટે પર્સનલ અને પ્રાઇવેટ મેટર હોય છે. તે આ વિષય પર બીજા કોઈની સાથે ચર્ચા કરતી નથી. આ જ કારણ છે કે તેણી તેના પીરિયડ સાયકલ સાથે ચૂપચાપ સંઘર્ષ કરે છે. નેશનલ હેલ્થ સર્વિસના મહિલા સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ. સુસાન્ના અનસ્વર્થે ઘણી મહિલાઓ સાથે આ વિશે વાત કરી. આ તમામ મહિલાઓ પીરિયડ્સની સમસ્યાનો સામનો કરે છે અને તેઓ તેને સામાન્ય માને છે.
ધ મિરરના અહેવાલ મુજબ, ડૉ. સુસાના અનસ્વર્થે વાતચીતમાં જણાવ્યું કે પીરિયડ્સ કેટલા દિવસના હોવા જોઈએ? શા માટે કેટલીકને પિરિયડસ વધુ સમય સુધી અને હેવી ફલો સાથે ચાલે છે. જો આવું થાય તો મારે ડૉક્ટર સાથે ક્યારે વાત કરવી જોઈએ? નિષ્ણાતે કહ્યું કે કોઈપણ પિરિયડ્સની મહત્તમ અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો તમારો પીરિયડ્સ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.
ડૉક્ટરની ક્યારે સલાહ લેવી જોઇએ.
આપને ફક્ત આપના પીરિયડ્સ પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ સમગ્ર પીરિયડ સાયકલ પર પણ ધ્યાન આપો. NHS મુજબ, સરેરાશ મહિલાને દર 28 દિવસે માસિક સ્રાવ થાય છે. જો કે, જો તમારી આ સાયકલ શોર્ટસ થઈ રહ્યી છે અને 24 દિવસથી ઓછું છે, તો તમારે પરીક્ષણ કરાવવું જોઈએ. પીરિયડ્સને લઈને દરેકનો અનુભવ અલગ-અલગ હોય છે, પરંતુ તેના કારણે કોઈને વધારે સમસ્યા ન થવી જોઈએ. આ સમસ્યાઓ પીરિયડ્સને અસર કરે છે નિષ્ણાતો કહે છે કે જો પીરિયડ્સ તમારા રોજિંદા જીવનને અસર કરી રહ્યા છે અથવા તમને મુશ્કેલી આપી રહ્યા છે, તો આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એવી ઘણી બાબતો છે જે પીરિયડ્સને અલગ-અલગ રીતે અસર કરે છે, જેમ કે હોર્મોનલ ફેરફારો, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવી સ્થિતિ. આ સ્થિતિઓ તમારા પીરિયડ્સના ચક્રમાં ફેરફારનું કારણ બની શકે છે અથવા સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )