Weight Loss Tips: અજમાનું આ રીતે કરશો સેવન તો ફટાફટ ઉતરશે વજન, વેઇટ લોસ માટે કારગર ટિપ્સ
અજમાનો ઉપયોગ ઉપયોગ વિવિધ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ આ મસાલો સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.
Weight Loss Tips:અજમા એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. અજમાની તાસીર ગરમ હોય છે. જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. સવારે તેનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય અમુક રીતે અજમાનું સેવન વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
અજમાનો ઉપયોગ ઉપયોગ વિવિધ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ આ મસાલો સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તેમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં અને હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે અજમાનો ઉપયોગ કરીને વધતા વજનને કઈ રીતે નિયંત્રિત કરી શકાય છે.
અજમાનું પાણી
ગરમ પાણીમાં લગભગ એક ચમચી અજમા ઉમેરો અને તેને 3 થી 4 મિનિટ સુધી સારી રીતે ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો. આ પછી તેને એક બોટલમાં ભરી લો. સામાન્ય પાણીને બદલે આ પાણી પીવાનું રાખો. આ પાણી પીવાથી પાચન સુધરે છે, ચયાપચયની ક્રિયા ઝડપી બને છે, જેનાથી વજન ઓછું થાય છે.
અજમાની ચા
અજમાની ચાનો એક કપ પણ વજન ઘટાડવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ચા બનાવવા માટે એક ચમચી અજમા પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ આ પાણીને સવારે બેથી ત્રણ મિનિટ ઉકાળો. તેની સાથે તમે તેમાં હળવું મીઠું, આદુ અને કાળા મરી પણ મિક્સ કરી શકો છો. તેનાથી તેના ફાયદામાં પણ વધારો થાય છે. તેને એક કપમાં ગાળીને તેમાં લીંબુનો રસ નાખીને પીવો.
કાચા અજમા
જો તમને ચા કે પાણી બનાવવાનો સમય ન હોય તો તો કાચા અજમા પણ મુખવાસની જેમ ચાવીને ખાઇ શકો છો. જો કે તેના સ્વાદને કારણે તેને કાચા ખાવા સરળ નથી પરંતુ તેના ફાયદા પુષ્કળ છે. ખાસ કરીને ખાલી પેટ તેનું સેવન વેઇટ લોસ માટે કારગર છે.
અજમાનો મસાલો
તમે પાચનને ઝડપી બનાવવા અને વજન ઘટાડવા માટે મસાલા તરીકે અજમાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે વરિયાળી, નિજેલા અને તજ સમાન માત્રામાં લો. બધી વસ્તુઓને પીસીને પાવડર બનાવી લો અને તેને એક ડબ્બામાં રાખો. આ પાવડરને ગરમ પાણીમાં ભેળવીને જમ્યાના અડધા કલાક પછી પીવો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )