(Source: ECI/ABP News/ABP Majha)
Snoring: શું આપ ઊંઘમાં નસકોરા બોલાવો છો? તો સાવધાન, આ સ્થિતિ બની શકે છે હાર્ટ અટેકનું કારણ
જ્યારે કોઈ વ્યક્તિ નસકોરા લે છે, ત્યારે તેની તરફ લઈ જતો વાયુમાર્ગ બંધ થઈ જાય છે. જેના કારણે શરીરની અંદર કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે અને ઓક્સિજનની કમી થાય છે. ગંભીર કિસ્સાઓમાં, હૃદયમાંથી ઓક્સિજન વહન કરતી ધમનીઓ પર દબાણ વધે છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
ઊંઘમાં નસકોરા આવવા એ ખૂબ જ ખરાબ સમસ્યા છે, જેના કારણે ન માત્ર પીડિતા ખુદ વ્યક્તિ પોતે પરેશાન રહે છે, પરંતુ પાર્ટનરને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત નસકોરાના આ રોગને કારણે ઘણા યુગલો લગ્નના બંધનને તોડવા માટે મજબૂર બને છે. શું આપ જાણો છો કે, નસકોરાનો આ રોગ જીવલેણ પણ હોઈ શકે છે. તાજેતરમાં, પીઠ સંગીતકાર બપ્પી લાહિરીનું નિધન ક સ્લીપ એપનિયાને કારણે થયું હતું. સ્લીપ એપનિયા એ નસકોરા સંબંધિત જ એક રોગ છે.
જ્યારે કોઈ વ્યક્તિ નસકોરા લે છે, ત્યારે તેની તરફ લઈ જતો વાયુમાર્ગ બંધ થઈ જાય છે. જેના કારણે શરીરની અંદર કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે અને ઓક્સિજનની કમી થાય છે. ગંભીર કિસ્સાઓમાં, હૃદયમાંથી ઓક્સિજન વહન કરતી ધમનીઓ પર દબાણ વધે છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેક તરફ દોરી શકે છે. જો કે મેડિકલ સાયન્સમાં નસકોરાનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેનાથી ઊભી થતી ગૂંચવણો ઘટાડી શકાય છે. બીજી તરફ, કેટલાક ઘરેલું ઉપચારની મદદથી નસકોરાને ઘટાડી શકાય છે. આવો જાણીએ નસકોરાની આ બીમારીથી કેવી રીતે બચી શકાય.
ઇલાયચીનો ઉપચાર
આપ નસકોરા દૂર કરવા માટે એલચીનો ઉપયોગ કરી શકો છો. તે શ્વસન માર્ગને ખોલવાનું કામ કરે છે. નસકોરાની તકલીફ એટલે થાય છે કારણ કે તેમાં , ઉપલા વાયુમાર્ગ બંધ થઈ જાય છે, તેથી એલચી શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. રાત્રે સૂતા પહેલા થોડાક એલચીના દાણાને હુંફાળા પાણીમાં ભેળવીને પીવો, આ સમસ્યામાં રાહત મળશે.
નસકોરાની સારવાર માટે ઘરેલું ઉપાય
ઓલિવ ઓઇલ અથવા જૈતુનનું તેલ નસકોરાને દૂર કરવા માટે એક અસરકારક ઘરેલું ઉપાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં સોજો વિરૂધી ગુણધર્મો છે. તે વિન્ડપાઈપને સાફ કરે છે જેથી વાયુમાર્ગ અવરોધિત નથી થતો. એક નાની ચમચી ઓલિવ ઓઈલમાં સમાન માત્રામાં મધ ભેળવીને સૂતા પહેલા તેનું નિયમિત સેવન કરો, તેનાથી ગળામાં કંપન ઓછું થશે અને નસકોરા રોકવામાં મદદ મળશે.
જો કે ફુદીનો અનેક રોગોનો ઈલાજ છે, પરંતુ ગળાને સાફ કરવામાં ફુદીનાનો કોઈ જવાબ નથી. પેપરમિન્ટ તેલ ગળા અને અનુનાસિક પોલાણની બળતરા ઘટાડવાનું કામ કરે છે. તેનાથી શ્વાસ લેવામાં સરળ બને છે. સૂતા પહેલા, પાણીમાં પીપરમિન્ટ તેલના થોડા ટીપાં ઉમેરો અને ગાર્ગલ કરો. થોડા દિવસ આ ઉપાય કરતા રહો, ફરક તમારી સામે જ હશે.
સીધા ઊંધવાનું ટાળો
જો આપ સીધી પીઠના બળે સૂતા હશો તો નસકોરાની શક્યતા વધી જાય છે. સ્થિતમાં વાયુમાર્ગની નળીઓમાં વધુ અવરોધ ઉભો થાય છે. તેના બદલે જો આપ ડાબા કે જમણા પડખે ઊંઘશો છો તો પણ તેનાથી રાહત મળશે
સી પેક પટ્ટી
નસકોરા રોકવા માટે, સી પેક જેવું મશીન ઉપલબ્ધ છે, તે નાકમાં લગાવા માટેની પટ્ટી છે. બજારમાં એવા ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે જે નસકોરા રોકવામાં મદદ કરે છે. જો કે, આ પણ નસકોરાને સંપૂર્ણપણે બંધ કરી શકતું નથી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )