(Source: ECI/ABP News/ABP Majha)
Health: માત્ર 15 દિવસમાં ઘૂંટણ સહિતના આ જોઇન્ટ પેઇન થશે દૂર, રોજ સવારે ખાલી પેટ આ પાણીનું કરો સેવન
આજકાલના દોડભાગ ભરેલા વ્યસ્ત જીવનમાં આહારમાં નિયમિતતા ન જળવાતી હોવાથી અને અયોગ્ય આહાર શૈલીના કારણે નાની ઉંમરે જ અનેક રોગો ઘેરી વળે છે. તેમાંથી એક છે ઘૂંટણમાં દુખાવો
Health: આજના સમયમાં, નબળા હાડકાં અને સ્નાયુઓને કારણે, લોકો નાની ઉંમરે ઘૂંટણનો દુખાવો, પગનો દુખાવો અને પગની ઘૂંટીના દુખાવાથી પીડાય છે. જેના કારણે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, લોકો કાં તો ઝડપી રાહત માટે જેલ લગાવે છે અથવા તેમના પગ પર પટ્ટી બાંધીને ચાલે છે. પરંતુ જો તમે આ દુખાવાથી છુટકારો મેળવવા ઈચ્છો છો અને તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા ઈચ્છો છો તો માત્ર 15 દિવસ સુધી આ ઉપાય અજમાવો, ન માત્ર ઘૂંટણના દુખાવા પરંતુ કોઈપણ પ્રકારની પીડાથી છુટકારો મેળશે.
પગનો દુખાવો 15 દિવસમાં થશે ગાયબ
તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય, તમારા ઘૂંટણમાંથી અવાજ આવતો હોય તો એક ઉપાય સમસ્યામાં કારગર છે. ઘૂંટણ જ નહિ પરંતુ રી એડીમાં દુખાવો થતો હોય તો તમે આ ઉપાય અજમાવી શકો છો. આ માટે 50 ગ્રામ સફેદ તલ, 50 ગ્રામ શેકેલા ચણાને ધીમી આંચ પર 2 થી 5 મિનિટ સુધી શેકી લો અને તેને ઠંડુ થવા રાખો. જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને મિક્સર જારમાં નાખીને પાવડર બનાવીને તેને એરટાઇટ જારમાં સ્ટોર કરો. હવે એક તાંબાના કળશમાં આખી રાત પાણી ભરીને રાખો. આ પાણીમાં તૈયાર કરેલો પાવડર ઉમેરો, એક ગ્લાસમાં એક ચમચી પાવડર ઉમેરો આ ડ્રિન્કનું સવારે ખાલી પેટ સેવન કરો. સતત 15 દિવસ આ પ્રયોગ કરવાથી જોઇન્ટ પેઇનથી રાહત મળશે.
રેસિપી સોશિયલ મીડિયા પર વાયરલ
તલ અને ચણાના પાવડરની આ રેસિરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેને હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. તો યુઝર્સ આના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે કે, અમે પણ ટ્રાય કરીશું. તો કેટલાક યુઝર્સ પૂછે છે કે, તેને ગરમ પાણીમાં લેવું કે સાદા પાણીમાં? તો ચાલો તમને જણાવી દઈએ કે તમે તેને સાદા પાણીમાં લઈ શકો છો. તાંબાના વાસણોમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. આવી સ્થિતિમાં જો આપણે ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીએ તો તે આપણને દુઃખાવાથી તો રાહત આપે છે અને સાથે જ પિત્તને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. તે ઈમ્યુનિટી બૂસ્ટરનું પણ કામ કરે છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )