![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health : હવે પરસેવાથી જાણી શકાશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ, વૈજ્ઞાનિકોએ વિકાસાવ્યું આ ડિવાઇસ
ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે.
![Health : હવે પરસેવાથી જાણી શકાશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ, વૈજ્ઞાનિકોએ વિકાસાવ્યું આ ડિવાઇસ Indian scientist develop biosensor that detect corona virus from sweat Health : હવે પરસેવાથી જાણી શકાશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ, વૈજ્ઞાનિકોએ વિકાસાવ્યું આ ડિવાઇસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/30/1c1497d8164605d77b2912680b23e347_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health :ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે.
અલ્હાબાદ યુનિવર્સિટી (AU) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે તેણે એક બાયોસેન્સર વિકસાવ્યું છે જે પરસેવાના નમૂનાઓની મદદથી કોરોનાવાયરસ ચેપને શોધી શકે છે. ક્વોન્ટા કેલ્ક્યુલસ, નોઇડામાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા 34 વર્ષીય અમિત દુબેએ જણાવ્યું કે તેમણે કોવિડ-19ની તપાસ માટે બાયોમેડિકલ અને બાયોસેન્સિંગ એપ્લિકેશન માટે વિશ્વના પ્રથમ વિશિષ્ટ અને વિશ્વસનીય અલ્ટ્રા-સ્મોલ ગોલ્ડ નેનોક્લસ્ટર્સ વિકસાવ્યા છે. તેમના પ્રયાસથી અસરકારક અને સસ્તી ટેસ્ટિંગ કીટની આશા જાગી છે, જે વ્યક્તિના પરસેવાના નમૂનામાંથી કોવિડ ચેપ શોધી શકે છે.
આ સંશોધન તાજેતરમાં વિલી દ્વારા પ્રકાશિત અમેરિકન મેગેઝિન 'લ્યુમિનેસેન્સઃ ધ જર્નલ ઓફ બાયોલોજિકલ એન્ડ કેમિકલ લ્યુમિનેસેન્સ'માં પ્રકાશિત થયું છે. તેમના સંશોધનને શેર કરતા, અમિત દુબેએ કહ્યું કે બાયોસેન્સર વન સ્ટેપ આઇડેટન્ટિફિકેશન અથવા સેસિંગ ટેકનિક હશે. વૈજ્ઞાનિકે કહ્યું કે મને આશા છે કે આ સંશોધનથી સસ્તા બાયોસેન્સરની નવી જનરેસન તૈયાર થઈ શકશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,30,740 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1783 છે. તે જ સમયે, કોવિડથી પીડિત 4,41,50,372 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.
2 અબજથી વધુ લોકોનું રસીકરણ
કોરોનાની રસીએ લોકોને કોરોનાથી બચાવવાનું કામ કર્યું છે. સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલ કોરોના રસીકરણ અભિયાન હેઠળ 2,20,51,13,973 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 2,44,178 દર્દીઓને રસી આપવામાં આવી છે. હોંગકોંગમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, બે ડોઝની સરખામણીમાં કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ, વિવિધ રોગો અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોને મૃત્યુથી 90 ટકા સુધીનું રક્ષણ પૂરું પાડે છે.
ત્રીજો ડોઝ લેનારાઓમાં મૃત્યુનું જોખમ ઓછું!
કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત આ સંશોધન મુજબ, નવેમ્બર 2021 અને માર્ચ 2022 વચ્ચે, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જેમણે ત્રીજો ડોઝ લીધો હતો તેમની સરખામણી માત્ર 2 ડોઝ લેતા લોકો સાથે કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું છે કે મલ્ટિમોર્બિડિટી (એક કરતાં વધુ રોગ) ધરાવતા લોકોમાં કોવિડ-સંબંધિત મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હતું. તેમણે બૂસ્ટર ડોઝ તરીકે BNT162b2 રસી, mRNA રસી અને કોરોનાવેક મળી હતી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)