Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
અમદાવાદ: અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનાર વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેફુઝ અને અલ્તાફ ઉર્ફે જુમ્મનને દબોચી લેવાયા છે. લુખ્ખાતત્વોએ જાહેરમાં હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર ગુંડાઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી છે. તલવાર લઈને દાદાગીરી કરનાર લુખ્ખાઓને ચાલવાના પણ ફાફા પડ્યા હતા. તલવાર બતાવનાર અસામાજિક શખ્સો હાથ જોડતા કેમેરામાં દેખાયા હતા.
અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપી સમીર શેખને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. 24 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં હથિયાર લઇને આતંક મચાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી શકે છે. ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાશે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પાસા હેઠળ પણ કાર્યવાહી થઇ ચૂકી છે.