શોધખોળ કરો
Advertisement
Power Nap in Afternoon: બપોરની 10 મિનિટની ઊંઘ ફાયદાકારક કે નુકસાનકર્તા, જાણો શું કહે છે સાયન્સ
Power Nap Benefits: બપોરના ભોજન પછી ટૂંકી ઊંઘ એકંદર સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. તે શરીરને માનસિક અને શારીરિક રીતે ફિટ રાખવાનું કામ કરે છે.
Afternoon Nap Benefits: ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું બપોરે સૂવું જોઈએ કે નહીં? શું બપોરના ભોજન પછી ટૂંકી નિદ્રા લઈ શકાય છે અથવા તેના કોઈ ગેરફાયદા છે? આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે બપોરે થોડીવાર સૂવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના માનસિક અને શારીરિક લાભો પણ છે. જો કે આ દરમિયાન કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
બપોરે જમ્યા બાદ 10 મિનિટ ઊંઘવાના ફાયદા
- હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રણમાં રહે છે.
- સર્જરી પછી બપોરે સૂવું ફાયદાકારક છે.
- હોર્મોન્સનું બેલેન્સ બની રહે છે
- ડાયાબિટીસ, PCOD, થાઈરોઈડ અને અતિશય આહાર જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
- પાચન શક્તિ સુધરે છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે.
- તમે ડેન્ડ્રફ અને પિમ્પલ્સથી છુટકારો મેળવી શકો છો.
- રાત્રે ઊંઘની સમસ્યામાં રાહત આપે છે.
- ઈજામાં રૂઝ આવવામાં પણ મદદ મળે છે
- બીમારીમાંથી સાજા થવામાં મદદ મળે છે.
- બપોરની ઊંઘ વજન ઘટાડવામાં મદદ કરે છે.
બપોરે સૂતા પહેલા આ ધ્યાન રાખો
- લંચ બાદ ડાબા પડખે સુવુ જોઇએ .
- નિષ્ણાતોના મતે બપોરે માત્ર 10 થી 20 મિનિટની ઊંઘ જ પૂરતી છે, તેથી તેનાથી વધુ ન લો.
- વૃદ્ધ, માંદા અથવા નાના બાળકો 1.5 કલાક સુધી પણ સૂઈ શકે છે.
- નિષ્ણાતોના મતે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સૂવું સારું માનવામાં આવે
લંચ બાદ આ ભૂલ ક્યારેય ન કરો
- લંચ પછી આ ભૂલો ટાળો
- સાંજે 4-7 વાગ્યાની વચ્ચે સૂવાનું ટાળો.
- ખોરાક ખાધા પછી તરત જ ચા-કોફી, ચોકલેટ-સિગારેટનું સેવન ન કરવું.
- ખોરાક ખાધા પછી થોડી વાર ચાલો.
- બપોરના સમયે ક્યારેય 30 મિનિટથી વધુ સૂવું નહીં.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement