શોધખોળ કરો

Women health: ગર્ભનિરોધક ગોળી લેતા પહેલા સાવધાન, આ બીમારીથી પીડિત મહિલાએ ન લેવી, થશે ગંભીર અસર

વિશ્વભરમાં મોટાભાગની મહિલાઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરી રહી છે. પરંતુ જો આ ગોળીઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો ઉભા કરી શકે છે.

Women health:તાજેતરમાં, જ્યારે IMCR એ પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શનને મંજૂરી આપી છે, ત્યારે ગર્ભનિરોધક વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. જો આપણે જોઈએ તો, અત્યાર સુધી મોટાભાગની સ્ત્રીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લે છે. આ ગોળીઓ હોર્મોનલ કામ કરે છે અને ઇંડાનું ઉત્પાદન અટકાવે છે. અત્યાર સુધી, નિયમિતપણે બર્થ કન્ટ્રોલ પિલ્સ  ગોળીઓ લઈને ગર્ભાવસ્થાને રોકવાની આ પદ્ધતિ એકદમ સરળ અને અનુકૂળ માનવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે,ગર્ભનિરોધક ગોળીઓના સતત અને લાંબા સમય સુધી સેવનથી મહિલાઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. વાસ્તવમાં, કેટલીક ગોળીઓ કોમ્બિનેશન પિલ્સ તરીકે કામ કરે છે અને તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય જોખમો થઈ શકે છે. આવો જાણીએ લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

ગર્ભનિરોધક ગોળીઓના ગેરફાયદા

  • આ ગોળીઓમાં એસ્ટ્રોજન નામના હોર્મોનની હાજરી હોય છે અને તેને લાંબા સમય સુધી લેવાથી શરીરમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી જાય છે.જ્યારે શરીરમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થાય છે ત્યારે ઘણા પ્રકારના જીવલેણ જોખમો ઊભા થાય છે.
  • ઘણા અભ્યાસોએ જણાવ્યું છે કે, લાંબા સમય સુધી બર્થ કન્ટ્રોલ પિલ્સ લેવાથી  હૃદય સંબંધિત મુશ્કેલીઓ વધે છે.
  • ગર્ભનિરોધક ગોળીઓનો લાંબા સમય સુધી ઉપયોગ હાઈ બીપીનું જોખમ વધારે છે. આ ગોળીઓને કારણે કેટલીક સ્ત્રીઓનું વજન વધે  છે.
  • કેટલીક સ્ત્રીઓમાં આ ગોળીઓના સેવનથી મૂડ સ્વિંગ, ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો જોવા મળે છે.
  • ગર્ભનિરોધક ગોળીઓના વધુ પડતા સેવનથી સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધી જાય છે.
  • ગર્ભનિરોધક ગોળીઓના સેવનથી માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે. ક્યારેક પીરિયડ્સ વહેલા આવે છે તો ક્યારેક અતિશય રક્તસ્ત્રાવ થાય છે.

આ મહિલાઓએ ગર્ભનિરોધક ગોળીઓ ન લેવી જોઈએ

સગર્ભા સ્ત્રીઓએ આ ગોળીઓ ન લેવી જોઈએ. આ સિવાય જે મહિલાઓની ઉંમર ચાલીસ વટાવી ગઈ છે તેમણે પણ આ ગોળીઓ લેવાનું ટાળવું જોઈએ. કેટલાક અભ્યાસો કહે છે કે જે મહિલાઓ ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલનું સેવન કરે છે તેઓએ પણ આ ગોળીઓ લેવાનું ટાળવું જોઈએ. જે મહિલાઓનું વજન વધારે છે અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે તેઓએ આ ગોળીઓ ન લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Embed widget