લીંબુપાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, ફાયદા જાણી ચોંકી જશો
ઘણીવાર લોકો વજન ઘટાડવા સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવે છે.લીંબુ પાણી શરીરને ડિટોક્સિફાય કરે છે, તાજગી જાળવી રાખે છે અને તમને હાઇડ્રેટેડ પણ રાખે છે.
Lemon water For Health: ઘણીવાર લોકો વજન ઘટાડવા સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવે છે.લીંબુ પાણી શરીરને ડિટોક્સિફાય કરે છે, તાજગી જાળવી રાખે છે અને તમને હાઇડ્રેટેડ પણ રાખે છે. કેટલાક લોકો ઘણીવાર જમ્યા પછી લીંબુ પાણી પીવે છે. આ ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે લોકો લીંબુ પાણી વધુ પીવે છે. ગરમીથી બચવા સિવાય, મોટાભાગના લોકો લીંબુ પાણી એટલા માટે પણ પીવે છે કારણ કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક લોકો માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું લીંબુ પાણી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે એન્ટીએજિંગ હોય કે પછી વજન ઘટાડવાની વાત હોય, લોકો હંમેશા લીંબુ પાણી પર વિશ્વાસ કરે છે. લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દરેક સારી વસ્તુના નુકસાન પણ હોય છે. આ જ નિયમ લીંબુ પાણી પર પણ લાગૂ થાય છે.
ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધવાનું જોખમ હોય છે. કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ તેણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારી કિડની પર વધારાનું દબાણ આવી શકે છે.
લીંબુ પાણીના ફાયદા
લીંબુ પાણીમાં વિટામિન સી, બી, ફાઈબર, પોટેશિયમ અને ઘણા એન્ટીઑકિસડન્ટ ગુણો પણ જોવા મળે છે. તે માત્ર શરીરને ડિટોક્સિફાય જ નથી કરતું પણ ફેટ ફ્રી હોવાને કારણે સ્થૂળતા પણ ઘટાડે છે. તેના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, જ્યારે આ પીણું સનસ્ટ્રોકથી બચાવવામાં પણ ઘણી હદ સુધી મદદ કરે છે.
વધુ પડતા લીંબુ પાણીનું સેવન કરવાથી તમારા હાડકાં નબળા પડી શકે છે. જો તમે તેને ગરમ પાણીથી બનાવો છો, તો તે એસિડની વધુ માત્રા ઉત્પન્ન કરે છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )