શોધખોળ કરો

Myths Vs Facts: શું વજન ઓછું કરવા માટે મહિલાઓને વધુ મહેનત કરવી પડે છે? જાણો શું છે સત્ય

Myths Vs Facts: વજન ઓછું કરવું સરળ નથી. વજન ઘટાડવા માટે વ્યક્તિએ ઘણા પ્રયત્નો કરવા પડે છે જેમાં ડાયેટિંગથી લઈને સખત કસરત સુધીની દરેકનો સમાવેશ થાય છે.

Weight Loss For Women: વજન ઓછું કરવું સરળ નથી. વજન ઘટાડવા માટે વ્યક્તિએ ઘણા પ્રયત્નો કરવા પડે છે જેમાં ડાયેટિંગથી લઈને સખત કસરત સુધીની દરેકનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે મહિલાઓને વજન ઘટાડવા માટે પુરૂષો કરતા વધુ મહેનત કરવી પડે છે. તેમાં કોઈ શંકા નથી કે મહિલાઓનું વજન પુરૂષોની સરખામણીએ ઝડપથી વધે છે કારણ કે તેમના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે શું ખરેખર મહિલાઓને વજન ઘટાડવા માટે વધુ મહેનત કરવી પડે છે. શું મહિલાઓ માટે વજન ઓછું કરવું સરળ નથી.

Myth: શું સ્ત્રીઓ માટે પુરુષો કરતાં વજન ઓછું કરવું મુશ્કેલ છે?

Fact: હા, ઘણી હદ સુધી એમ કહી શકાય કે આ માટે પુરૂષોની સરખામણીએ મહિલાઓને વધુ મહેનત કરવી પડે છે. વાસ્તવમાં  સ્ત્રીઓનું વજન ખૂબ જ ઝડપથી વધે છે. તેને ઘટાડવા માટે તેમને વધુ મહેનતની પણ જરૂર છે (Weight Loss Tips For Women). આવો જાણીએ શું છે તેનું કારણ અને શું કહે છે નિષ્ણાતો.

Myth: શા માટે સ્ત્રીઓને વજન ઘટાડવામાં વધુ તકલીફ થાય છે?

Fact:  મહિલાઓનું વજન પુરુષો કરતાં ઝડપથી વધે છે. તરુણાવસ્થાના સમયથી જ ચરબી વધવા લાગે છે. જ્યારે તરુણાવસ્થા આવે છે ત્યારે મોટાભાગની છોકરીઓનું વજન વધી જાય છે. જો કે, પુખ્તાવસ્થા સુધી છોકરાઓ અને છોકરીઓ બંનેના શરીરમાં ચરબીનું પ્રમાણ 35 થી 40 ટકા સુધીની હોય છે. મહિલાઓનું વજન આસાનીથી વધતું હોવાથી તેમને વજન ઘટાડવા માટે વધુ મહેનત કરવી પડે છે.

સ્ત્રીઓમાં ધીમા હોય છે મેટાબોલિઝમ

સ્ત્રીઓમાં મેટાબોલિઝમ સ્લો હોવાના કારણે એક સામાન્ય શારીરિક પ્રવૃત્તિઓ કર્યા પછી પણ સ્ત્રીઓ પુરુષો કરતાં ઓછી કેલરી બર્ન કરવામાં સક્ષમ છે. આ કારણે મહિલાઓ માટે વજન ઓછું કરવું ખૂબ જ પડકારજનક બની જાય છે.

ફેટ સ્ટોરેજ કેપિસિટી અલગ હોવી

સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં ફેટ ડિસ્ટ્રીબ્યૂશન અને સ્ટોરેજ કેપિસિટી અલગ અલગ હોય છે. પુરુષોમાં પેટની આસપાસના વિસ્તારોમાં ચરબીનો સંગ્રહ થાય છે, જ્યારે સ્ત્રીઓમાં હિપ્સ અને જાંઘના વિસ્તારોમાં ચરબીનો સંગ્રહ થાય છે. આ માટે હોર્મોનલ પેટર્ન જવાબદાર માનવામાં આવે છે. હિપ્સ અને જાંઘોમાં જે ચરબી જમા થાય છે તે એકદમ હઠીલી હોય છે. જેના કારણે મહિલાઓને વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

સ્ત્રીઓ માટે ચરબી બર્ન કરવી પડકારજનક છે

પુરુષોના શરીરમાં સ્ત્રીઓ કરતાં વધુ સ્નાયુઓ હોય છે. જેના કારણે મહિલાઓની ફેટ બર્ન કરવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. સ્નાયુઓ ચરબી બર્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી મહિલાઓને વજન ઘટાડવા માટે વધુ મહેનત કરવી પડે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | હજુ છેલ્લા નોરતે પણ ખેલૈયાઓના રંગમાં પાડશે વરસાદ ભંગ?, જુઓ આગાહીSurendranagar Food Poisoning | પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોની લથડી તબિયત| Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | ચોરની અફવા અને અરાજકતા !Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કર્મના કુકર્મની કુદરતી સજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
Rajkot: ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે, એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પડાયા
Rajkot: ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં સિગ્નેચર કેબલ બ્રિજ બનશે, એક સાથે 9 બ્રિજના ટેન્ડર બહાર પડાયા
Myths Vs Facts: શું વજન ઓછું કરવા માટે મહિલાઓને વધુ મહેનત કરવી પડે છે? જાણો શું છે સત્ય
Myths Vs Facts: શું વજન ઓછું કરવા માટે મહિલાઓને વધુ મહેનત કરવી પડે છે? જાણો શું છે સત્ય
Rain: આજે પણ બગડી શકે છે ખેલૈયાઓની મજા, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Rain: આજે પણ બગડી શકે છે ખેલૈયાઓની મજા, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Ratan Tata salary: ટાટા ગ્રુપના ચેરમેન તરીકે રતન ટાટાને કેટલો પગાર મળતો હતો? દર મિનિટની કમાણી જાણી ચોંકી ઉઠશો
Ratan Tata salary: ટાટા ગ્રુપના ચેરમેન તરીકે રતન ટાટાને કેટલો પગાર મળતો હતો? દર મિનિટની કમાણી જાણી ચોંકી ઉઠશો
Embed widget