Skin Care Tips: માત્ર ખાવામાં જ નહિ બદામનું ફેસપેક પણ આપે છે લાજવાબ રિઝલ્ટ, આ રીતે કરો અપ્લાય
બદામમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને ચમકદાર બનાવે છે. બદામનો ફેસ પેક ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે.
Skin Care Tips:બદામનું તેલ ત્વચામાં મોશ્ચરને લોક કરે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે. - તેલ લગાવવાથી ત્વચા ટાઈટ થાય છે. - તેનો ઉપયોગ કરચલીઓ અને ફાઈન લાઈન્સ જેવા વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં મદદ કરે છે. - ડાઘ અને પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ કરે છે. બદામ ફેસ પેક લગાવવાથી એવરયુથ યંગ સ્કિન મળે છે. જાણીએ બનાવવાની રીત, કેવી રીતે કરશો અપ્લાય
બદામના ફેસ પેક માટે રાત્રે 4-5 બદામને દૂધમાં પલાળી રાખો. સવારે બદામને છીણીને તેની પેસ્ટ ચહેરા પર લગાવો. જો તમે ઇચ્છો તો આ ફેસ પેકનું પાતળું લેયર રાત્રે સુતી વખતે ચહેરા પર લગાવી શકો છો અને સવારે ઉઠ્યા બાદ ચહેરો ધોઈ શકો છો. બદામમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચામાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
ટામેટાં ફેસ માસ્ક
આ ફેસ માસ્ક બનાવવા માટે એક ટામેટાને પીસીને તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 20 મિનિટ સુકાયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. લીંબુ ટેનિંગ દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. શ્રેષ્ઠ પરિણામો માટે તમે અઠવાડિયામાં ત્રણ વખત આ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા માસ્ક
આ ફેસ માસ્ક બનાવવા માટે એલોવેરા જેલમાં ગ્લિસરીન મિક્સ કરો. પછી તેને તમારા ચહેરા પર લગાવો. હવે 20 મિનિટ સુકાયા બાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. એલોવેરામાં હાજર એલોઈન તત્વ નોનટોક્સિક હાઈપરપીગ્મેન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે, જેના કારણે સ્કિન ગ્લોઇંગ બને છે.
ઓટ્સ માસ્ક
ઓટ્સનું ફેસ માસ્ક બનાવવા માટે ઓટ્સ અને મધ મિક્સ કરો અને થોડી વાર માટે છોડી દો. પછી આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો. આખી રાત આમ જ રહેવા દો. સવારે ઉઠીને નવશેકા પાણીથી ચહેરાને ફેસ વોશ કરી લો.આ ફેસ માસ્ક ત્વચામાં ભેજ જાળવી રાખવાની સાથે ત્વચાને નુકસાનથી બચાવે છે.
આંખ નીચેના બ્લેક સર્કલ દૂર કરવાની ટિપ્સ
-Dark Circles: દૂર કરવા માટે હળદર છે કારગર,આ રીતે કરો પ્રયોગ
-આંખની નીચે ડાર્ક સર્કલ છે?
-ઘરેલુ નુસખાથી દૂર કરો ડાર્ક સર્કલ
-હળદરના પાવડરનું પેસ્ટ લગાવો
-હળદરમાં દહીં, લીંબુના રસ મિક્સ કરો
-આ પેસ્ટને ડાર્ક સર્કલમાં લગાવો
-15-20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો
-આ નુસખાથી ડાર્ક સર્કલ દૂર થશે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )