Medicines To Avoid In Pregnancy: પ્રેગ્નેન્સીમાં ક્યારેય ન ખાવી જોઈએ આ દવાઓ, ટ્રંપના પેરાસિટામોલ વિવાદ વચ્ચે જાણી લો જરુરી વાત
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) અને યુકેની આરોગ્ય એજન્સીઓએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે.

Safe Medicine For Pregnant Women: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક નિવેદન આપ્યું છે જેનાથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દુખાવા અને તાવની દવા પેરાસિટામોલ( Tylenol) ગર્ભાવસ્થામાં બાળકોમાં ઓટીઝમ અને એડીએચડી (Attention Deficit Hyperactivity Disorder) નું જોખમ વધારી શકે છે. ટ્રમ્પના નિવેદનથી ગર્ભવતી સ્ત્રીઓમાં ભય ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.
જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) અને યુકેની આરોગ્ય એજન્સીઓએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે. WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે પેરાસીટામોલ હજુ પણ ગર્ભવતી સ્ત્રીઓ માટે સૌથી સલામત દવા છે. તેમણે સ્પષ્ટતા કરી કે આને સમર્થન આપવા માટે કોઈ નવા વૈજ્ઞાનિક પુરાવા બહાર આવ્યા નથી.
ગર્ભાવસ્થા દરમિયાન કઈ દવાઓ ટાળવી જોઈએ ?
ડોક્ટરો ગર્ભવતી સ્ત્રીઓને ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લેવાની સલાહ આપે છે. ઘણી દવાઓ ગર્ભના વિકાસ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ચાલો ગર્ભાવસ્થા દરમિયાન તમારે કઈ દવાઓ ટાળવી જોઈએ તેને લઈ વિગતવાર વાત કરીએ.
ઈબુપ્રોફેન અને ડાઈક્લોફેનાક - આ દવાઓ દુખાવા અને બળતરા માટે વપરાય છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેને લેવાથી બાળકના હૃદય અને કિડની પર અસર થઈ શકે છે.
ટેટ્રાસાઈક્લિન - આ એક એન્ટિબાયોટિક છે જે બાળકના હાડકાં અને દાંતના વિકાસને અસર કરી શકે છે.
આઇસોટ્રેટિનોઇન - આ સામાન્ય રીતે ખીલની સારવાર તરીકે સૂચવવામાં આવે છે. જો કે, તે સગર્ભા સ્ત્રીઓ માટે અત્યંત ખતરનાક છે અને બાળકમાં જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે.
કેટલીક એન્ટિ-એપીલેપ્ટિક દવાઓ - વાઈની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓ ગર્ભમાં જન્મજાત ખામીઓ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.
હોર્મોનલ દવાઓ - ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ હોર્મોનલ દવા લેવાથી ગર્ભાશયમાં રહેલા બાળક માટે જોખમ ઊભું થઈ શકે છે.
પેરાસિટામોલ વિવાદ પર ભારતીય અભિપ્રાય
ભારતીય ડોકટરોએ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટ્રમ્પનો દાવો વૈજ્ઞાનિક રીતે ખોટો છે. કોચીનના ડો. રાજીવ જયરામને જણાવ્યું હતું કે સ્વીડનમાં 2.4 મિલિયન બાળકો પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેરાસિટામોલ ઓટીઝમ અથવા અન્ય ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડરનું જોખમ વધારતું નથી.
તેમણે ચેતવણી આપી હતી કે વધારે તાવ દરમિયાન પેરાસિટામોલ ન લેવાથી માતા અને બાળક બંને માટે જોખમ ઊભું થઈ શકે છે. તાવ ગર્ભના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. ટ્રમ્પના નિવેદને કદાચ હલચલ મચાવી હશે, પરંતુ આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ દાવો વૈજ્ઞાનિક રીતે ખોટો છે. ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ લઈને પેરાસીટામોલ સુરક્ષિત રીતે લઈ શકાય છે. જોકે, અન્ય દવાઓ સાથે સાવધાની રાખવી જરૂરી છે. સગર્ભા સ્ત્રીઓએ જાતે દવા ન લેવી જોઈએ અને કોઈપણ પીડા, તાવ અથવા ચેપ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. યોગ્ય દવા અને સમયસર સારવાર માત્ર માતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરતી નથી પરંતુ બાળકના યોગ્ય વિકાસની પણ ખાતરી કરે છે.
Disclaimer: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતના મંતવ્ય પર આધારિત છે. તબીબી સલાહનો ઉપયોગ કરશો નહીં. કોઈપણ નવી પ્રવૃત્તિ અથવા કસરત શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















