શોધખોળ કરો

Copper Vessel Water: તાંબાના વાસણમાં પાણી પીવું જોઇએ કે નહી? અહીં જાણો જવાબ

તાંબામાં પાણી પીવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. પરંતુ આ પરંપરા સાથે જોડાયેલી વસ્તુઓ અને સ્વાસ્થ્ય લાભોમાં કેટલું સત્ય છે? તાંબાના વાસણમાં પાણી પીવું ખરેખર ફાયદાકારક છે કે માત્ર એક માન્યતા? જાણીએ

Copper Vessels:શરીરને ડિટોક્સ કરવા માટે, તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં આવેલ પાણી ટોનિકની જેમ કામ કરે છે. તમે રોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખો અને સવારે સૌથી પહેલા આ પાણી પી લો. આમ કરવાથી શરીરમાં કોપરની ઉણપ પૂરી થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. ખાલી પેટ આ પાણીનું સેવન કરવાથી પેટ સાફ કરવામાં પણ ઘણો ફાયદો થાય છે.

વજન નિયંત્રણ માટે

તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીરમાં જમા થયેલી ચરબીને ઘટાડવાનું કામ કરે છે. કોપર બોડી ડિટોક્સ અને આંતરિક સફાઈમાં ખૂબ અસરકારક છે. તેથી, જો તમે ઈચ્છો છો કે તમારા શરીર પર ચરબી જમા ન થાય અને સ્થૂળતા નિયંત્રણમાં રહે, તો દરરોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણનું  પાણી પીવાનું શરૂ કરો.

ત્વચાને યુવાન રાખવા માટે

તાંબાનું પાણી મેલાનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. મેલાનિન ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે છત્રીની જેમ કામ કરે છે. આના કારણે ત્વચા પર ઝડપથી કરચલીઓ પડતી નથી અને વધતી  ઉંમરની અસરને ઓછી કરે છે. આ સાથે આંખો અને વાળનો રંગ જાળવવા માટે શરીરને મેલાનિનની પણ જરૂર પડે છે.

સંધિવા રોકવા માટે

જો તમને આર્થરાઈટિસની સમસ્યા છે અથવા તમારા પરિવારમાં આર્થરાઈટિસનો ઈતિહાસ છે, તો તમારે તાંબાના પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીમાં તાંબાના ગુણો પૂરતી માત્રામાં હોય છે અને તાંબામાં સોજો  વિરોધી ગુણ હોય છે. એટલે કે તે શરીર અને સાંધામાં બળતરાની સમસ્યાને અટકાવે છે. કોપરેલ પાણી શરીરમાં યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને જો યુરિક એસિડ યોગ્ય હોય તો સંધિવાથી પણ બચાવ થાય છે.

અનિમિયાની સમસ્યાને દૂર કરવા

જો શરીરમાં લોહીની ઉણપ છે એટલે કે એનિમિયાની સમસ્યા છે તો તમારે તાંબાના પાણીનું સેવન કરવું જોઈએ. આ પાણીના સેવનથી શરીરની શોષણ ક્ષમતા વધે છે. આના કારણે, તમે જે ખોરાક લો છો તે શરીરને વધુ માત્રામાં મળે છે અને શરીર આ પોષક તત્ત્વોનો ઉપયોગ કરીને જરૂરી માત્રામાં લોહી ઉત્પન્ન કરવા સક્ષમ બને છે.

હૃદયરોગને રોકવામાં ફાયદાકારક

કોપરેલ પાણી શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદરૂપ છે. તેથી, જો કોઈના પારિવારિક ઇતિહાસમાં કોઈને હૃદય રોગ છે, તો નિવારણ તરીકે, તમારા દિવસની શરૂઆત તાંબાના પાણીથી કરો. આ પાણી દરરોજ ખાલી પેટ પીવાથી હાર્ટ બ્લોકેજનું જોખમ ઘટી જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget