શોધખોળ કરો

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

વજન વધવાથી ન માત્ર શરીરનો આકાર બગડે છે પરંતુ તેની અનેક  બીમારીઓ પણ આવે છે. વજન વધવાની સાથે શરીરમાં ઘણી સમસ્યાઓ પણ ઉભી થવા લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

Weight Loss Drinks:વજન વધવાથી ન માત્ર શરીરનો આકાર બગડે છે પરંતુ તેની અનેક  બીમારીઓ પણ આવે છે. વજન વધવાની સાથે શરીરમાં ઘણી સમસ્યાઓ પણ ઉભી થવા લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આહારની સાથે, દરરોજ કસરત કરવી, ફિટનેસ પર ધ્યાન આપવું વગેરે જેવી બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કેટલાક ખાસ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે ન માત્ર વજન ઘટાડશે પરંતુ તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થશે.

નારિયેળ પાણી
તમે રોજ નારિયેળ પાણી પીવાના ફાયદાઓ વિશે જાણતા જ હશો. નારિયેળ પાણીનું નિયમિત સેવન તમારા વજનને ઝડપથી ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. નારિયેળ પાણી માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી, પરંતુ તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જ્યારે તેમાં કેલરી નહિવત હોય છે, જે તમને શરીરમાંથી વધારાની ચરબી ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. તેમાં બાયોએક્ટિવ એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને મેટાબોલિઝમ વધારે છે.

બ્લેક કોફી
બ્લેક કોફી આપને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન જોવા મળે છે, જે એનર્જીનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે,  તે શરીરમાં મેટાબોલિઝમ પણ દુરસ્ત રાખે છે.  બ્લેક કોફીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. જ્યારે શરીરમાં ઉર્જાનો અભાવ લાગે, તો તમે બ્લેક કોફીનું સેવન કરી શકો છો. તેનાથી વજન તો ઘટશે જ સાથે જ તમે દિવસભર ઉર્જાવાન પણ રહેશો.
ગ્રીન ટી
જો આપ દરરોજ ગ્રીન ટી નું સેવન કરો છો, તો તમારા શરીરને તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે. ગ્રીન ટીના સેવનના ફાયદા વિશે વાત કરીએ તો તેમાં વિટામિન એ, વિટામિન સી, એન્ટી-ઓક્સિડન્ટ્સ, પોલિફેનોલ્સ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણા લોકોને ગ્રીન ટી તેના સ્વાદના કારણે પીવી ગમતી નથી, પરંતુ  શરીરને  સ્વસ્થ રાખવા માટે તે ઉત્તમ છે. ગ્રીન ટી આપનું  વજન ઉતારે છે. ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે.
કેમોમાઈલ ચા
કેમોમાઈલ ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ચાના સેવનથી તમારું વજન સરળતાથી ઓછું થવા લાગે છે, જ્યારે વધારાની ચરબી ઘટાડવામાં પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ આ ડ્રિંકનું સેવન કરો છો, તો તે માત્ર વજન ઓછું નથી કરતું, પરંતુ તે ઊંઘ ન આવવા અને શુગર લેવલને નિયંત્રિત કરવા જેવી ઘણી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. એટલા માટે તમારે કેમોમાઈલ ચા પીવી જ જોઈએ. જેથી ચરબી પણ ઓછી થાય છે અને તમારું શરીર પણ સ્વસ્થ રહે છે.
લીંબુ પાણી 
લીંબુ પાણીના અનેક ફાયદાઓથી તો આપ વાકેફ હશો. શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. જો તમે તેનું રોજ સેવન કરો છો, તો તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે. સાથે જ તે મેટાબોલિઝમ વધારવામાં પણ મદદરૂપ છે. લીંબુ પાણીમાં કેલરીની માત્રા નહિવત હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી,  રોગપ્રતિકારક શક્તિ પણ દિવસેને દિવસે મજબૂત થાય છે. તેથી, તમે તમારા દૈનિક આહારમાં લીંબુ પાણીનો સમાવેશ કરી શકો છો.
એપલ સાઇડર
એપલ સાઇડર વિનેગરના રોજના સેવનથી તમારું મેટાબોલિઝમ ઘણી હદ સુધી સુધરવાનું શરૂ કરે છે. બીજી તરફ, જો તમે ચરબી બર્ન કરવાનું વિચારી રહ્યા હોવ તો પણ એપલ સીડર વિનેગરનું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. તેને રોજ પીવાથી ફેટ બર્નિંગની પ્રક્રિયા ઝડપી બને છે. તેના અન્ય ફાયદાઓની વાત કરીએ તો તેમાં એસિડિક એસિડ નામનું ફેટ બર્નિંગ તત્વ જોવા મળે છે, જે ઇન્સ્યુલિનનું સ્તર પણ ઘટાડે છે. આવી સ્થિતિમાં એપલ સાઇડર વિનેગરનું સેવન તમને ફાયદો કરી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
નોટીસ આપ્યા વગર કોઈને નોકરીમાંથી કાઢી ન શકાયઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
નોટીસ આપ્યા વગર કોઈને નોકરીમાંથી કાઢી ન શકાયઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
T20 World cup 2024: વર્લ્ડકપ અગાઉ ICCએ જાહેર કર્યો વોર્મઅપ મેચનો કાર્યક્રમ, જાણો ભારત કોની સામે રમશે?
T20 World cup 2024: વર્લ્ડકપ અગાઉ ICCએ જાહેર કર્યો વોર્મઅપ મેચનો કાર્યક્રમ, જાણો ભારત કોની સામે રમશે?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot News । રાજકોટ શહેરના ભક્તિનગર પાસેની ખાઉગલીમાં બે યુવકો વચ્ચે થઇ મારામારીGir Somnath News । ગીર સોમનાથના ઉનામાં અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલકની પોલીસે કરી ધરપકડPanchmahal News । પંચમહાલના શહેરામાં ઢોર ચરાવા જેવી નજીવી બાબતે થઇ મારામારીDwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
નોટીસ આપ્યા વગર કોઈને નોકરીમાંથી કાઢી ન શકાયઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
નોટીસ આપ્યા વગર કોઈને નોકરીમાંથી કાઢી ન શકાયઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
T20 World cup 2024: વર્લ્ડકપ અગાઉ ICCએ જાહેર કર્યો વોર્મઅપ મેચનો કાર્યક્રમ, જાણો ભારત કોની સામે રમશે?
T20 World cup 2024: વર્લ્ડકપ અગાઉ ICCએ જાહેર કર્યો વોર્મઅપ મેચનો કાર્યક્રમ, જાણો ભારત કોની સામે રમશે?
JEE Advanced 2024 માટે એડમિટ કાર્ડ જાહેર, આ વેબસાઇટ પરથી કરો ડાઉનલોડ
JEE Advanced 2024 માટે એડમિટ કાર્ડ જાહેર, આ વેબસાઇટ પરથી કરો ડાઉનલોડ
6.5 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર, માત્ર 3 દિવસમાં મળશે 1 લાખ રૂપિયા, EPFOએ બદલ્યા નિયમો
6.5 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર, માત્ર 3 દિવસમાં મળશે 1 લાખ રૂપિયા, EPFOએ બદલ્યા નિયમો
CSK vs RCB: જો વરસાદના કારણે ચેન્નઇ અને બેંગલુરુ વચ્ચેની મેચ રદ્દ થાય તો કોને મળશે પ્લેઓફમાં સ્થાન
CSK vs RCB: જો વરસાદના કારણે ચેન્નઇ અને બેંગલુરુ વચ્ચેની મેચ રદ્દ થાય તો કોને મળશે પ્લેઓફમાં સ્થાન
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
Embed widget