Diwali Health Tips: દિવાળામાં વજન વધવાની ચિંતા કર્યાં વિના આરોગો સ્વીટ,ખાધા બાદ કરો બસ આ એક કામ
Diwali Health Tips: દિવાળીના પર્વમાં મીઠાઇનું સેવન સામાન્ય રીતે વધી જાય છે. તો દીવાળી પર આપ પણ સ્વીટ ખાતાં પહેલા આ વજનની ચિંતા કરતા હો તો સ્વીટ ખાધા બાદ એક ટિપ્સને ફોલો કરવાથી વજન નિયત્રણમાં રહેશે
Diwali Health Tips:તહેવારમાં જો મીઠાઈ ન ખાવામાં આવે તો ફેસ્ટીવલની મજા ફિક્કી પડી જાય છે. વજન વધવાના કારણે બ્યુટી અને હેલ્થ કોન્શિયસ લોકો તેને ખાવાનું અવોઇડ કરે છે. પરંતુ મીઠાઇ ખાધા બાદ જો આ એક કામ કરવામાં આવે તો વજન પણ નહીં વધે અને આપ સ્વીટની મોજ માણી શકશો
દિવાળી પર લોકોને સ્વીટ ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. તહેવાર પર ઘરોમાં ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. ભલે તમે ગમે તેટલા ડાયટ કોન્શિયસ હો પણ તહેવારમાં દરેક વ્યક્તિ થોડી ઘણી મીઠાઇ ખાઇ છે. જો કે, મીઠાઈ ખાવાથી ઝડપથી વજન વધે છે. આવી સ્થિતિમાં, જો તમે ડાયટ પર છો અથવા વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો થોડું વિચારીને જ ખાઓ. મીઠાઈઓ જોવી ખૂબ જ લલચાય છે, પરંતુ મેદસ્વીતા પણ ઝડપથી વધે છે. એવું નથી કે તમારે મીઠાઈ બિલકુલ ખાવી જ નથી, હા માત્ર માત્રાનું ધ્યાન રાખો અને મીઠાઈ ખાધા પછી એક કામ કરો. અમે તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવી રહ્યા છીએ. જ્યારે પણ તમે મીઠાઈ ખાઓ ત્યારે તમારે આ ઉપાય અવશ્ય કરવો. તેનાથી સ્થૂળતા વધશે નહીં.
સ્વીટ ખાધા બાદ કરો આ ઉપાય
મીઠી કે તેલયુક્ત ચીજ ખાધા પછી તમારે માત્ર 1 ગ્લાસ ગરમ પાણી પીવું પડશે. ગરમ પાણી પીવાથી વજન વધશે નહીં અને તૈલી ખોરાક પચવામાં સરળતા રહેશે. જેઓ વજન ઓછું કરવા માંગતા હોય તેમણે ગરમ પાણી પીવું જોઈએ. આ ખોરાકના પાચનમાં મદદ કરે છે અને શરીર પર સંગ્રહિત ચરબીને પણ ઘટાડે છે. જમ્યા પછી ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે.
કેવી રીતે પીશો ગરમ પાણી
એક નિયમ બનાવો, જ્યારે પણ તમે કંઇક ખાઓ, તે પછી 1 ગ્લાસ ગરમ પાણી પી લો. જો તમે તેલયુક્ત અથવા વધુ મીઠી વસ્તુ ખાતા હોવ તો 10-15 મિનિટ પછી 1 ગ્લાસ ગરમ પાણી ચોક્કસ પીવો. તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે અને વજન વધતું નથી. આ સિવાય રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ ગરમ પાણી પીવાની આદત બનાવો. તેનાથી સ્થૂળતા ઓછી થાય છે.
ગરમ પાણી પીવાના ફાયદા
1- વજન ઘટાડવું- દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. ગરમ પાણી પીવાથી ખોરાક ઝડપથી પચી જાય છે. જેના કારણે વજન ઝડપથી ઘટવા લાગે છે.
2- ચરબી બર્ન થાય છે- ગરમ પાણી પીવાથી શરીરમાં જમા થયેલી ચરબી બર્ન થાય છે. જમ્યા પછી ગરમ પાણી પીવાથી ચરબી જમા થતી નથી.
3- ભૂખ ન લાગવી- જે લોકો દિવસ દરમિયાન વધુ ગરમ પાણી પીવે છે તેમને ભૂખ ઓછી લા ગે છે. વેઇટ લોસ માટે ખાધા પહેલા 30 મિનિટ પહેલાં 1 ગ્લાસ ગરમ પીવો. આ સાથે, તમે ઓછો ખોરાક ખાશો અને વધુ કેલરી લેવાનું ટાળશો.
4- પાચન સુધારે છે- નિયમિત ગરમ પાણી પીવાથી પેટ અને પાચન સારું રહે છે. પાણી લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે, જે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે. ગરમ પાણી પેટમાં રહેલા આવા કણોને પણ ઓગાળી દે છે, જે પચવામાં મુશ્કેલ હોય છે.
5- કબજિયાતથી છુટકારો- ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ કારણે આંતરડા સંકોચાય છે અને આંતરડામાં જમાવ ઓછો થાય છે. ગરમ પાણી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. ગરમ પાણી પીવાથી અપચોની સમસ્યા પણ દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )