મહિલાઓમાં ડિપ્રેશનનો ખતરો પુરુષોથી બે ગણો, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ અભ્યાસમાં ડિપ્રેશનથી પીડાતી 130,000 મહિલાઓ અને 65,000 પુરુષોના જેનેટિક ડેટાને સ્કેન કરવામાં આવ્યો

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં પુરુષો કરતાં ડિપ્રેશન થવાની શક્યતા લગભગ બમણી હોય છે. આ પાછળનું કારણ તેમના ડીએનએમાં મળી આવતા અલગ અલગ વેરિઅન્ટ છે. અભ્યાસમાં મહિલાઓમાં ડિપ્રેશન સાથે સંકળાયેલા 6,000 યુનિક જીન વેરિઅન્ટ્સ જોવા મળ્યા હતા, જ્યારે 7000 એવા વેરિઅન્ટ્સ પુરુષો અને મહિલાઓ બંન્નેમાં સમાન જોવા મળે છે. જીન વેરિઅન્ટનો અર્થ થાય છે જીનમાં થનારા એવા નાના ફેરફારો જે કોઈ પણ વ્યક્તિના માતાપિતા પાસેથી વારસામાં મળી શકે છે અથવા જાતે પણ થઈ શકે છે. આ ફેરફારો ક્યારેક રોગ અથવા માનસિક સમસ્યાનું જોખમ વધારી શકે છે.
મહિલાઓમાં જેનેટિક ફેક્ટરની મોટી ભૂમિકા
આ સંશોધન Queensland Institute of Medical Research Berghofer Medical Research Institute (ઓસ્ટ્રેલિયા) ના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને Nature Communications જર્નલમાં પ્રકાશિત થયું હતું. સંશોધક બ્રિટની મિશેલે કહ્યું હતું કે "આપણે પહેલાથી જ જાણીએ છીએ કે સ્ત્રીઓમાં પુરુષો કરતાં ડિપ્રેશન થવાની શક્યતા બમણી હોય છે. હવે આપણી પાસે આ માટે જેનેટિક કારણ પણ છે."
અત્યાર સુધીનો સૌથી મોટો અભ્યાસ
આ અભ્યાસમાં ડિપ્રેશનથી પીડાતી 130,000 મહિલાઓ અને 65,000 પુરુષોના જેનેટિક ડેટાને સ્કેન કરવામાં આવ્યો જે ડિપ્રેશનની પીડિત હતા. તે સિવાય 1.60 લાખ મહિલાઓ અને 1.30 લાખ પુરુષોનો ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે ડિપ્રેશનથી પણ મુક્ત હતા. આને અત્યાર સુધીનો સૌથી મોટો આનુવંશિક અભ્યાસ માનવામાં આવે છે.
સ્ત્રીઓમાં વધુ લક્ષણો કેમ દેખાય છે?
સંશોધનમાં જાણવા મળ્યું છે કે મહિલાઓમાં ડિપ્રેશન સાથે સંકળાયેલા આનુવંશિક ફેરફારો સીધા મેટાબોલિક લક્ષણો સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે સ્ત્રીઓ ડિપ્રેશન દરમિયાન વધુ શારીરિક લક્ષણો દર્શાવે છે, જેમ કે વજનમાં ફેરફાર, થાક અને ઊર્જાનો અભાવ.
અનુભવો નહીં, આનુવંશિક તફાવતો
સંશોધન ટીમે સ્પષ્ટ કર્યું કે આ આનુવંશિક તફાવત જન્મથી જ હોય છે. જીવનના કોઈપણ અનુભવને કારણે નહીં. આનો અર્થ એ છે કે ડિપ્રેશનમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો તફાવત ફક્ત સામાજિક કારણોથી જ નથી પરંતુ જૈવિક સ્તરે પણ અસ્તિત્વ ધરાવે છે.
આ સંશોધન ભવિષ્યની સારવારમાં મદદરૂપ થશે
અભ્યાસના સહ-લેખક જોડી થોમસના જણાવ્યા અનુસાર, "આ પરિણામો સૂચવે છે કે ડિપ્રેશનને સમજવા અને તેની સારવારમાં લિંગ-વિશિષ્ટ આનુવંશિક પરિબળોને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે."
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















