(Source: Poll of Polls)
કિડની ડેમેજના ૫ ખતરનાક સંકેતો: શરીરના આ ભાગોમાં સોજો હોય તો ભૂલથી પણ ન અવગણશો!
કિડની ખરાબ થવાના આ છે ૫ સંકેતો, સમયસર ઓળખીને મોટા જોખમને ટાળી શકાય છે.

kidney damage symptoms: જ્યારે કિડનીને કોઈ નુકસાન થાય છે, ત્યારે આપણું શરીર અનેક રીતે તેના સંકેતો આપે છે. આ સંકેતોને સમયસર ઓળખી લેવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. કિડની આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને તેની તંદુરસ્તી જાળવવી ખૂબ જ જરૂરી છે. આજકાલની ખરાબ જીવનશૈલી અને ખોટી આહાર પદ્ધતિના કારણે કિડનીને નુકસાન થવાનું જોખમ વધી ગયું છે. કિડની ખરાબ થવાના કેટલાક લક્ષણોમાં શરીરના અમુક ભાગોમાં આવતો સોજો પણ સામેલ છે. જો તમને પણ આ પાંચ ભાગોમાં સોજો દેખાય તો તેને ભૂલથી પણ અવગણશો નહીં.
શરીરના સોજાનું જોખમ: કિડનીના સ્વાસ્થ્ય પર થોડી પણ અસર થાય તો તેની સીધી અસર આપણા આખા શરીર પર પડે છે. જો કિડની યોગ્ય રીતે કાર્ય ન કરે તો શરીરના અન્ય મુખ્ય અંગો પણ પ્રભાવિત થવા લાગે છે. તેથી, કિડનીની સંભાળ રાખવી ખૂબ જ અગત્યનું છે.
કિડનીને નુકસાન થવા પર શરીરના આ ભાગોમાં આવી શકે છે સોજો:
૧. પગમાં સોજો: જો તમારા પગ અથવા પગની ઘૂંટીઓમાં અચાનક સોજો આવવા લાગે તો તે કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ નથી કરતી ત્યારે શરીરમાંથી પ્રવાહી યોગ્ય રીતે બહાર નથી નીકળતું અને તે પગમાં જમા થવા લાગે છે, જેના કારણે સોજો આવે છે.
૨. ચહેરા પર સોજો: કિડનીને નુકસાન થવા પર ચહેરા પર પણ સોજો આવી શકે છે. ખાસ કરીને સવારે ઉઠ્યા પછી જો તમને ચહેરો ફૂલેલો લાગે તો તેને અવગણવું જોઈએ નહીં. જો કે, ચહેરા પર સોજો આવવાના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ સાચું કારણ જાણવા માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
૩. હાથમાં સોજો: જો તમારા હાથમાં સોજો આવે અને આંગળીઓમાં વારંવાર દુખાવો થાય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ પણ કિડનીની સમસ્યાના સંકેતો હોઈ શકે છે. જો આંગળીઓમાં સોજો આવે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને યોગ્ય તપાસ અને સારવાર કરાવવી જોઈએ.
૪. પેટનું ફૂલવું: જ્યારે કિડની યોગ્ય રીતે કામ નથી કરતી અને તેમાં કોઈ સમસ્યા હોય છે, તો પેટમાં પણ સોજો આવી શકે છે. જો તમને પેટની એક બાજુ પર લાંબા સમયથી સોજો અને દુખાવો રહેતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તેની તપાસ કરાવવી જોઈએ.
૫. આંખોનો સોજો: આંખોમાં સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો તમારી આંખોની આસપાસ વારંવાર સોજો રહેતો હોય તો તેને ક્યારેય અવગણવો જોઈએ નહીં. કિડનીની સમસ્યાના કારણે આંખોની નીચે સોજાની સમસ્યા થઈ શકે છે, જેને પેરીઓરીબીટલ એડીમા પણ કહેવામાં આવે છે. આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલાં, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















