Health :વારંવાર વધતાં યુરીક એસિડની સમસ્યામાં આ ડ્રિન્કસ છે રામબાણ ઇલાજ
યુરીક એસિડ વધી જવું એ આજકાલ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. યુરિક એસિડ વધી જવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉત્પન થાય છે.
Health:યુરીક એસિડ વધી જવું એ આજકાલ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. યુરિક એસિડ વધી જવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉત્પન થાય છે. શરીરમાં યુરિક એસિડ વધી જવાથી એડીમાં દુખાવો,જોઇન્ટમાં દુખાવો, આંગળાના જોઇન્ટસમાં દુખાવો,અંગૂઠામાં સોજો આવી જવો, દુખાવો થવો, તરસ વધુ લાગવી જેવી સમસ્યા થાય છે. શરીરમાં યુરિક એસિડ વધી જાય તો કેટલાક એવા ડ્રિન્ક છે. જેના સેવનથી રાહત મળે છે.
બેકિંગ સોડા
બેકિગ સોડાનું સેવન યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે.તેથી એક ચમચી બેકિંગ સોડાને એક ગ્લાસમાં મિક્સ કરીને નિયમિત રીતે તેનું સેવન કરવાથી રાહત મળે છે.નિષ્ણાતનું માનવું છે કે, બેકિંગ સોડા યુરિક એસિડના ક્રિસ્ટલ્સને તોડીને તેને બ્લડમાં મિક્સ કરવામાં મદદ કરે છે. જો કે વધુ માત્રામાં બેકિંગ સોડાનું સેવન નુકસાન પહોંચાડે છે. જેથી ડોક્ટરની સલાહ જરૂરી છે.
લીંબુ પાણી
લીંબુ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. યુરિક એસિડ વધવાની સમસ્યામાં તે ફાયદાકારક છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આપ દિવસમાં એક વખત લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણી એસિડ ક્રિસ્ટલથી થતાં નુકસાને ઓછું કરે છે.
પાણી પીવો
નિયમિત પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન લાભ પહોંચી શકે છે. શરીરની મોટાભાગની સમસ્યા પાણીથી જ હલ થઇ શકે છે. નિયમિત 2થી3 લિટર પાણી પીવાથી શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. તેમજ યુરિક એસિડ વધવાની સમસ્યાથી રાહત આપી શકે છે.
આ લક્ષણો દર્શાવે છે કે, આપના હાડકા ખોખલા થઇ રહ્યાં છે? આ ફૂડને ડાયટમાંથી દૂર કરો
નાની ઉંમરમાં તમારા હાડકાં નબળાં પડી રહ્યાં છે?. આપ હલનચલન કરો છો તો કટક-કટનો નો અવાજ આવે છે? છે, તો તેનું કારણ છે તમારા હાડકા નબળા થઇ રહ્યાં છે. જેના માટે આપનો અયોગ્ય આહાર જવાબદાર છે.
અયોગ્ય આહાર અને અને ખરાબ જીવનશૈલી આપણા સ્વાસ્થ્યને અસર કરી રહી છે. આજકાલ લોકો નાની ઉંમરમાં હાડકાં સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. નાની ઉંમરે પણ જ્યારે થોડી હલચલ થાય છે ત્યારે હાડકાંમાંથી કટ-કટનો અવાજ આવવા લાગે છે. આ સિવાય સાંધાના દુખાવાની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. હાડકાં નબળા પડવાનું સૌથી મોટું કારણ ખરાબ આહાર છે. અમુક ખાણી-પીણીના નિયમિત અને વધુ પડતા સેવનથી હાડકાંમાંથી કેલ્શિયમ ગાયબ થવા લાગે છે. જેના કારણે હાડકા અંદરથી પોલા થવા લાગે છે.આવો જાણીએ કે કઈ વસ્તુઓના વધુ પડતા સેવનથી હાડકાનું કેલ્શિયમ ઓછું થવા લાગે છે.
પાલક- અલબત્ત પાલક ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ પાલકમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે જે કેલ્શિયમના શોષણને અસર કરે છે. આ જ કારણ છે કે તમારે પાલક જેવી શાકભાજીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ નહિતો તે હાંડકાને નબળા કરી શકે છે.
કોલ્ડ ડ્રિંક- કોલ્ડ ડ્રિંક પીવાની ખૂબ મજા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોલ્ડ ડ્રિંક્સ તમારા હાડકાને પોલા બનાવી શકે છે. વાસ્તવમાં, કાર્બન ડાયોક્સાઇડ અને ફોસ્ફરસ ઠંડા પીણામાં જોવા મળે છે, જેના કારણે કેલ્શિયમ શરીરમાં શોષી શકતું નથી, અને તે તમારા હાડકાંને નબળા બનાવે છે.
મીઠું- વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થઈ જાય છે, જેના કારણે હાડકાં નબળા પડે છે. મીઠામાં સોડિયમ હોય છે, જે શરીરમાં પ્રવેશ્યા પછી, પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમને દૂર કરે છે અને તમે હાડકાં સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.
કોફી અને ચા- વધુ પડતા કોફી અને ચાનું સેવન કરવાથી પણ હાડકાં નબળા પડે છે. કારણ કે તેમાં કેફીન હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દવા, ઉપાય, અને સૂચનોની abp અસ્મિતા પુસ્ટી કરતું નથી. તમામ ઉપાય, પદ્ધતિ કે દવાને અનુસરતા પહેલા, ડૉક્ટર તેમજ જે તે વિષયના સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )