(Source: ECI/ABP News/ABP Majha)
ડાયટિંગ કરતા લોકો માટે ઉત્તમ છે આ નાસ્તો, વેઇટ લોસમાં મદદ કરવાની સાથે થશે આ ગજબ લાભ
જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો જરૂરી છે કે આપ ડાયટમાં ફાઇબર અને પ્રોટીનયુક્ત ફૂડનો સમાવેશ કરો, તેનાથી વેઇટ લોસમાં મદદ મળશે
Health Tips: જો આપ વેઇટ લોસની જર્નિ પર હો તો એવા કેટલાક બ્રેકફાસ્ટ છે જે આપને પોષણ આપવાની સાથે પેટ ભરલુ રાખે અને ક્રેવિગથી બચાવે છે. સાથે વેઇટ લોસમાં પણ મદદ કરે છે. કોર્ન ફ્લેક્સ પણ બ્રેકફાસ્ટ માટે સારો ઓપ્શન છે. કોર્નફ્લેકસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેને ગરમ કે ઠંડા દૂધ સાથે નાસ્તામાં લઇ શકાય છે. કોર્નફ્લેકસમાં વિટામિન, મિનરલ્સ, ડાઇટરી, ફાઇબર પ્રોટીન અને કાર્બાહાઇડ્રેટસ હોય છે.
વજન ઓછું કરવામાં મદદ કરે છે
જો આપ ડાયટિંગ પર હો અને વજન ઓછું કરવા માંગતા હો તો આપ કોર્નફ્લેકસને નાસ્તામાં સામેલ કરી શકો છો. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. એક ગ્લાસ દૂધ સાથે કોર્નફ્લેક્સ મિકસ કરીને લેવાથી આખો દિવસ પેટ ભરેલી રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ લેવાથી પણ બચી શકાય છે. જો આપ વજન ઓછું કરવા ઇચ્છતાં હો તો તેમાં ખાંડ મિક્સ ન કરશો.આપ તેમાં તાજા ફળોને ઉમેરીને પણ સ્વીટની મજા લઇ શકો છો. આપ ઝીણા કાપેલા નટસ, બદામ, પિસ્તા, કિમસિસને પણ ઉમેરી શકો છો.
પાચન સુધરે છે
કોર્નફ્લેક્સમાં ફાઇબરની વધુ માત્રા હોય છે. જે પાચન સિસ્ટમ માટે શ્રેષ્ઠ છે. કોર્નફ્લેક્સ ખાવાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. તે પાચનની સમસ્યાને રોકવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
આ કોઇ ફેટી ફૂડની તુલનમાં વધુ સ્વસ્થ હોય છે. હાર્ટના દર્દી માટે પણ કોર્નફ્લેક્સ શાનદાર વિકલ્પ છે કારણ કે તે ખૂબ જ સ્વસ્થ અને હળવું ફૂડ છે.
પ્રોટીનથી ભરપૂર
કોર્નફ્લેક્સમાં દૂધ મિક્સ કરવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે. બંને આપના શરીરને સક્રિય રાખે છે. પ્રોટીન આપની ઇમ્યુનિટિને વધારે છે. કોર્નફ્લેકસને દૂધ અને બદામ સાથે મિક્સ કરીને લેવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે.
આંખો માટે સારો ઓપ્શન
કોર્નફ્લેક્સમાં વિટામિન એ, નિયાસીન, વિટામિન બી, વિટામિન બી12, લૂટિન અને બઘા જ જરૂરી પોષકતત્વ મોજૂદ છે. જે આંખોના સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાં આયરનની માત્રાને પણ વધારે છે. તેનાથી હિમોગ્લોબીનની કમી દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )