health: પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે આ ડ્રિન્ક, જમ્યા બાદ સેવન કરવાથી નહિ રહે બ્લોટિંગની સમસ્યા
આજે દસમાંથી 7 લોકો બ્લોટિંગની સમસ્યાથી પીડિત છે. જો આપનું પણ પેટ ફુલી જતું હોય તો આ ઘરેલુ ઉપાય આપના માટે કારગર નિવડશે
health: ફાસ્ટફૂડ, પેકેડ ફૂડ સહિતના અન્ય અનહેલ્ધી ફૂડ અને ઓવરઇટિના કારણે પેટ ફુલી જવું, એસિડિટીની સમસ્યા થાય છે.જો આપ પણ આ સમસસ્યાથી પીડિત છો તો ડાયટિશિયને આ માટે કેટલાક સૂચન સાથે ઘરેલુ નુસખા આપ્યા છે. જેના સેવનાથી આપ પેટ ફુલવું અને એસિડિટ અપચની સમસ્યાથી ફટાફટ રાહત મેળવી શકો છો.પેટનું ફૂલવું અથવા એસિડિટીમાંથી રાહત મેળવવા માટે, તમે ન્યુટ્રિશનિસ્ટે એક ડ્રિન્કની રેસિપી શેર કરી છે. જેના દ્રારા આપ થોડી મિનિટમાં જ આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ પીણું બનાવવા માટે તમારે ત્રણ મસાલાની જરૂર પડશે. જાણો આ મસાલા શું છે અને કેવી રીતે બનાવશો તો વધુ ફાયદો થશે.
બ્લોટિંગના ઘરેલુ ઉપાય
પેટનું ફૂલવું અને એસિડિટી અટકાવવા માટે જીરું, વરિયાળી, અજમાનું ડ્રિન્ક કારગર છે. આ ત્રણેયને પીસીને પાવડર બનાવી લો બાદમાં તેમાં સંચળ ઉમેરો, બે ચમચી હૂંફાળા પાણીં લીબુનો રસ ઉમેરીને પીવાથી બ્લોટિંગ એસિડિટી સહિતની સમસ્યાને દૂર કરી શકાય છે.
જો ઘરમાં કે મુસાફરી દરમિયાન પેટ ફૂલવું કે એસિડિટીની સમસ્યા લાગે તો એક ચમચી આ પાવડરને ગરમ પાણીમાં ભેળવીને તરત જ પીવો. પેટનું ફૂલવું અથવા એસિડિટીની સમસ્યાથી રાહત થશે. જો આ ડ્રિન્ક જમ્યા બાદ પીવામાં આવે તો ગેસ, એસિડિટી, બ્લોટિંગની સમસ્યાથી રાહત મળે છે.
મુસાફરી દરમિયાન આ ટિપ્સ કામમાં આવશે.
ડાયેટિશિયન હેલ્ધી ઈટિંગ માટે કેટલીક ટિપ્સ આપી રહ્યા છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.જો ટૂર પર જઇ રહ્યાં હો તો બહારનું ખાવાના બદલે હેલ્ધી ઘરના ઓપ્શન પ્રિપેર રાખો
અગાઉથી આયોજન કરો - બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાને બદલે, તમારી સાથે હેલ્ધી નાસ્તો રાખો. , જેમ કે સૂકા મેવા, ફળો અથવા આખા અનાજની ટીક્કીઓ, વગેરે,
હાઇડ્રેટેડ રહો - સફર દરમિયાન પુષ્કળ પાણી પીવો. પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. ડિહાઇડ્રેશનને કારણે, ઘણી વખત આપણને ભૂખ લાગે છે જે વધુ પડતું ખાવા તરફ દોરી જાય છે.
પોર્શન કંટ્રોલ - સફર દરમિયાન અને બહાર તમે શું અને કેટલું ખાઓ છો તેનો ટ્રૅક રાખો. ક્વોન્ટીટી ઓછી રાખો. નાના નાના પોર્સનમાં ખાઓ, તમારી અડધી પ્લેટ સલાડથી જ ભરેલી હોય તેવો પ્રયાસ કરો. .
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )