વિન્ટરમાં સ્કિનને સ્મૂધ રાખવાની સાથે કાળાશને પણ કરશે દૂર, મિલ્કને આ રીતે કરે અપ્લાય
Winter skin care:કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
Winter skin care:કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે ઘણી રીતે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
શિયાળામાં ત્વચા નિસ્તેજ અને ડ્રાય થઇ જાય છે. (Dull Skin Problem in Winter). તેનું સૌથી મોટું કારણ હવામાન છે. શિયાળાની ઋતુમાં તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં કાચા દૂધ તમારી ત્વચાની સંભાળમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આપને જણાવી દઈએ કે, કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શિયાળામાં શુષ્ક અને નિર્જીવ ત્વચાને ચમકદાર અને નરમ બનાવવામાં મદદ કરે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ છે જે ચહેરા પરની કરચલીઓ અને ફાઇન લાઇન્સને દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં કાચા દૂધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય
કાચુ દૂધ બેસ્ટ મોશ્ચરાઇઝર
કાચું દૂધ ખૂબ જ સારું મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે. તેને મોઇશ્ચરાઇઝર તરીકે વાપરવા માટે સૌથી પહેલા 3 થી 4 ચમચી કાચું દૂધ લો. તેમાં અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો. આ પછી, તેને સારી રીતે મિક્સ કરો અને તેને કોટન બોલની મદદથી ચહેરા, ગરદન અને હોઠ પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો સંપૂર્ણપણે સાફ થઈ જવાની સાથે સોફ્ટ પણ બનશે અને સ્કિન ટેન થઇ હશે તો કાળાશ પણ દૂર થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )