શોધખોળ કરો

સ્વસ્થ રહેવા માટે આ યોગાસન છે બેસ્ટ, તમામ બીમારીઓ રહેશે દૂર 

આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતોના કારણે આપણા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી રહી છે.

આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતોના કારણે આપણા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી રહી છે. આપણે બિમારીઓથી ઘેરાઈ જઈએ છીએ. સ્થૂળતા, થાક, અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ આના કારણો છે. તેનાથી છુટકારો મેળવવા માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ યોગાસન કરવાથી આપણને અનેક શારીરિક અને માનસિક રોગોથી બચાવે છે. 

યોગા મન અને તનને સ્વસ્થ રાખે છે. યોગાસન કરવાથી શરીર તંદુરસ્ત અને મન શાંત રહે છે. શરીરને મજબૂત રાખવામાં યોગાસન ફાયદાકારક રહે છે તેમજ ઘણી બીમારીથી દૂર રહી શકાય છે.

યોગ આપણા જીવન માટે ખૂબ જ પ્રભાવશાળી છે. દરેક વ્યક્તિએ પોતાના વ્યસ્ત જીવનમાંથી યોગ માટે થોડો સમય કાઢવો જોઈએ. દરરોજ નિયમિત રીતે યોગ કરવાથી માત્ર શારીરિક જ નહીં માનસિક તણાવ પણ દૂર થાય છે.  

બાલાસન

બાલાસન કરવા માટે સૌથી પહેલા તમારા પગને વાળીને વજ્રાસનમાં બેસો. તે પછી, તમારા બંને હાથને ઉપર લઈ જાઓ અને આગળની તરફ વાળો. તે પછી તમારી હથેળીઓને જમીન પર લઈ જાઓ. આ પછી તમારા માથાને જમીન તરફ લઈ જાઓ. આ આસન કરવાથી માત્ર સ્થૂળતા ઓછી નથી થતી પરંતુ શરીરના દુખાવા અને માનસિક તણાવથી પણ રાહત મળે છે.

ભુજંગાસન

દરરોજ ભુજંગાસનનો અભ્યાસ કરવાથી આપણા હાથ મજબૂત થાય છે. આપણા શરીરની માંસપેશીઓ ખેંચાય છે, જે પેટની નજીક એકઠી થયેલી ચરબીને ઘટાડે છે અને આપણા શરીરને લચીલાપણું આપે છે. આ કસરત કરવા માટે, બેડ પર તમારા પેટ પર સીધા સૂઈ જાઓ અને તમારા બંને હાથને તમારા ખભાની સામે રાખો. તે પછી, ધીમે ધીમે તમારા બંને હાથને ખભાની સામે લાવો અને આખા શરીરને સીધુ કરો. આ પછી, તમારા હાથથી તમારા ઉપરના ભાગને ઉંચો કરો અને તમારા પગને સીધા રાખીને, કમરની ઉપરના ભાગને હવામાં રાખો.

વજ્રાસન

આ આસન કરવા માટે તમારે તમારા ઘૂંટણને પાછળની તરફ વાળવા પડશે. તે પછી તમારા હિપ્સને તમારી હીલ્સ પર મૂકો. તે પછી, તમારા માથા, ગરદન અને કરોડરજ્જુને એક સીધી રેખામાં રાખો અને તમારી હથેળીઓને તમારી જાંઘો પર રાખો. આ યોગ કરવાથી પણ શરીરમાં અનેક ફાયદાઓ થાય છે.    

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget