ઓપરા વિન્ફ્રે આ ડાયટ પ્લાન ફોલો કરીને ઉતાર્યું 18 કિલો વજન, જાણો 69 વર્ષે ફિટનેસનું સિક્રેટ
ઓપરા વિન્ફ્રે, જે તેના હોસ્ટિંગ કૌશલ્ય માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, તે 69 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને ફિટ દેખાય છે. હાલમાં જ તે વજન ઘટાડવા માટે ખાસ ડાયટ પ્લાન ફોલો કરી રહી છે.
Oprah Winfrey Fitness:અમેરિકાના મશહૂર ટોક શોની હોસ્ટ ઓપરા વિનફ્રે (oprah winfrey) તેમના બિન્દાસ્ત અંદાજ માટે દુનિયાભરમાં જાણીતી છે. હાલ તેમની ઉંમર 69 વર્ષી છે. તે વર્ષોથી ઇન્ટરટેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.
ઓપરા હજુ પણ ફિટનેસ અને સુંદરતામાં 30 વર્ષની વયના લોકોને ટક્કર મારે છે. તાજેતરમાં, ઓપારા પોતાને સંપૂર્ણ રીતે ફિટ રાખવા માટે એક ડાયટ પ્લાન ફોલો કર્યો અને થોડા દિવસોમાં તેણે લગભગ 18 કિલો વજન ઘટાડ્યું. ચાલો જાણીએ કે, ઓપરા વિન્ફ્રેની ફિટનેસ પાછળ કેવો ડાયટ પ્લાન કામ કરે છે. જો તમે પણ ફિટ રહેવા માટે અસરકારક ડાયટ પ્લાન શોધી રહ્યા છો, તો તેનો આ ડાયટ પ્લાન ફોલો કરી શકો છો.
ઓપરા વિન્ફ્રેનો ડાયટ પ્લાન ખૂબ જ ખાસ છે. આ હિસાબે ઓપરા એક દિવસમાં 1700 કેલરી ખાવાની હોય છે. 1700 કેલરી ધરાવતા તેમના આહારમાં 20 ટકા પ્રોટીન અને 50 ટકા કાર્બોહાઇડ્રેટનો સમાવેશ થાય છે.તેમના દૈનિક આહારમાં 30 ટકા ચરબીયુક્ત ખોરાકનો સમાવેશ થાય છે, જે વજન ઘટાડવા માટે સારી સંતુલિત અસર ધરાવે છે. ઓપરા વિન્ફ્રેના આહારમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના કારણે તેણીને ભૂખ ઓછી લાગે છે અને બહારનું ભારે કંઈપણ ખાવાનું ટાળે છે. ઓપરાના દૈનિક આહારમાં આખા અનાજ, ફળો અને શાકભાજીનું સંતુલન હોય છે. ઓપરા કેલ્શિયમ માટે સોયામિલ્ક પીવે છે અને તેની સાથે તે દહીં પણ ખાય છે. આ તેની દૈનિક માત્રા 1100 મિલિગ્રામ કેલ્શિયમની પૂર્તિ કરે છે. તેના દૈનિક આહારમાં 34 ગ્રામ ફાઈબર હોય છે.
નાસ્તો
નાસ્તામાં ઓપરા કેળા, કેલ્શિયમથી ભરપૂર નારંગીનો રસ, બેરી અને બદામનું સેવન કરે છે. આ સાથે તે નાસ્તામાં ઓટમીલ, બ્લૂબેરી, અખરોટ, ચોકલેટ સ્ટ્રોબેરી સ્મૂધી પણ લે છે. ક્યારેક તે નાસ્તામાં આખા અનાજની બ્રેડ, બાફેલા એગ પીનટ બટર બ્રેડ ટોસ્ટ સાથે લે છે.
લંચ
ઓપરા બપોરના ભોજનમાં ફળો ખાય છે. જેમાં સફરજન, કેળા, પીચ, કેરી, દ્રાક્ષ અને એવોકાડો જેવા ફળોનો સમાવેશ થાય છે. લંચમાં, આખા અનાજની બ્રેડ સાથે તે વેજીટેબલ કબાબ, વેજ બર્ગર વગેરે જેવી વસ્તુઓ લે છે. તેના લંચમાં મશરૂમ, ટામેટાં વગેરેનો સમાવેશ થાય છે.
ડિનર
રાત્રિભોજન સમયે ઓપરાના પ્લેટમાં સબ્જી વધુ હોય છે. આ સાથે તે રાઇસ પણ લે છે. ક્યારેક તે ગ્રીલ્ડ ચિકન બ્રેસ્ટ કટલેટ ખાવાનું પસંદ કરે છે. રાત્રિભોજન માટે, ઓપ્રાહ શાકભાજી અને ચિકનથી બનેલા પાસ્તા પણ લે છે. જો કે તે સૌથી વધુ સાંજે બાફેલા શાક ખાવાનું પસંદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )