Skin care:સ્કિનને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન A છે જરૂરી, આ રીતે કરો પૂર્તિ
કોલેજન સ્કિનની લચકમાં મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન એ,તે કોલેજનના સ્વસ્થ ઉત્પાદનમાં મદદ કરે છે.
Skin care:વિટામિન A સ્કિન માટે મહત્વપૂર્ણ છે અને વિટામિન Aની કમીથી આંખ, ઇમ્યુનિટી અને સ્કિન સંબંધિત સમસ્યા થઇ શકે છે. જો કે તેનું વધુ સેવન કરવાથી વોમિટિંગ જેવી સમસ્યા પણ થઇ શકે છે. વિટામિન A સ્કિન, આંખ અને હાડકાના સ્વાસ્થ્યની સાથે રોગપ્રતિકારક શક્તિ વઘારવામા માટે પણ જ કારગર છે.
વિટામિન Aની કમીથી સ્કિન ડ્રાઇ થઇ જાય છે. જેનો અર્થ છે કે, વિટામીન A સ્કિનને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરે છે. વિટામિન A સ્કિનને લાંબા સમય સુધી જવા રાખવાનું કામ કરે છે.કોલેજન સ્કિનની લચકમાં મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન એ કોલેજનના સ્વસ્થ ઉત્પાદનમાં મદદ કરે છે. જો આપ ત્વચા પર કરચલી અને કાળા ધાબાથી પરેશાન હો તો વિટામિન Aની પૂર્તિથી તેનાથી છૂટકારો મળી શકે છે.વિટામિન Aની પર્તિથી સ્કિન હાઇડ્રેટ રહેવાની સાથે ગ્લોઇંગ બને છે. વિટામિન Aની પૂર્તિ માટે આપ ડાયટમાં બ્રોકલી, પાલક,શક્કરિયાને સામેલ કરી શકો છો.
આયુર્વૈદિક ટિપ્સ
આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે. મોરિંગા, અશ્વગંધા, લીમડો અને આંબળા સદા બહાર સ્કિન માટે કારગર ટિપ્સ છે. જેનું નિયમિત સેવન કરીને આપ વધતી ઉંમરની અસરને રોકી શકો છો. સ્કિનને તરોતાજા અને હેલ્ધી, ગ્લોઇંગ રાખવામાં આહારશૈલીનો મહત્વનો ભાગ છે. જો સ્પાઇસી અને ઓઇલી ફૂડના બદલે જો આપ ગ્રીન વેજીટેબલ અને નેચરલ ફૂલ લેવાનું પસંદ કરશો તો વધતી ઉંમરની સ્કિન પરની ઉંમરને ઓછી કરી શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )