Winter: શિયાળામાં ગરમ પાણીથી ચહેરો ધોવાથી ફાયદો થાય છે કે નુકસાન? જાણો શું કહે છે એક્સપર્ટ?
Winter:શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી ચહેરો ધોવાનું પસંદ કરે છે
Winter: શિયાળાની ઋતુમાં આપણી ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે. ઠંડી અને ઓછો ભેજ ત્વચાને અસર કરે છે. આવી સ્થિતિમાં શિયાળામાં તમારા ચહેરાની ખાસ કાળજી લેવાની જરૂર છે જેથી ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખી શકાય. શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી ચહેરો ધોવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ગરમ પાણીથી ચહેરો ધોવાની આદત આરામદાયક લાગે છે. તેથી શિયાળામાં ગરમ પાણીથી ચહેરો ધોવો ફાયદાકારક છે પરંતુ તે વધારે ગરમ ન હોવું જોઈએ. યોગ્ય તાપમાનના પાણીનો ઉપયોગ કરવાથી તેના ફાયદાઓ મેળવી શકાય છે અને ગેરફાયદાથી પણ બચી શકાય છે. આવો જાણીએ નિષ્ણાતોના મતે શિયાળામાં ગરમ પાણીથી ચહેરાને ધોવાથી ફાયદો થાય છે કે નુકસાન.
ચામડીના છિદ્રો ખુલે છે
સૌ પ્રથમ ચહેરાની સફાઈ ગરમ પાણીથી સારી રીતે થાય છે. જ્યારે આપણે ગરમ પાણીથી ચહેરો ધોઈએ છીએ ત્યારે પાણીની ગરમીને કારણે આપણી ચામડીના છિદ્રો ખુલી જાય છે. આ ખુલ્લા છિદ્રો દ્વારા ચામડીમાં જમા થયેલી ગંદકી, તેલ અને ડેડ સેલ્સ બહાર આવે છે અને ચહેરો સ્વચ્છ બને છે. આ કારણે ચહેરાની સફાઈ ગરમ પાણીથી સારી રીતે થાય છે. પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણી વધારે ગરમ ન હોવું જોઈએ. વધુ પડતું ગરમ પાણી આપણી ચામડીને બાળી શકે છે. ચહેરા પર દુખાવો અને લાલાશ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. તેથી સાવચેત રહેવું જરૂરી છે,
ચહેરાની ચમક વધે છે
હૂંફાળા પાણીથી ચહેરો ધોવાનો ફાયદો એ છે કે તે ચહેરાના રક્ત પરિભ્રમણને વધારે છે, જેના કારણે ચહેરો ચમકે છે. વાસ્તવમાં જ્યારે આપણે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈએ છીએ, ત્યારે પાણીની હળવી ગરમીને કારણે ચહેરાની રક્તવાહિનીઓ ખુલી જાય છે. આનાથી ચહેરાનો રંગ સુધરે છે અને ચહેરા પર સ્વસ્થ, તેજસ્વી અને તાજી ચમક આવે છે. આ રીતે શિયાળામાં ચહેરા માટે નવશેકું પાણી ફાયદાકારક છે.
ચહેરાના સોજાને ઘટાડે છે
શિયાળામાં ઘણી વખત સવારે ઉઠ્યા પછી આપણો ચહેરો સુજી ગયેલો દેખાય છે. આવી સ્થિતિમાં ચહેરાને હૂંફાળા પાણીથી ધોવાથી ફાયદો થાય છે. તેનાથી ચહેરાનો સોજો અને દુખાવો પણ ઓછો થાય છે.
નુકસાન
-ખૂબ ગરમ પાણી ચામડીને બાળી શકે છે. આ લાલાશ, સોજો અને કરચલીઓનું કારણ બની શકે છે.
-ગરમ પાણી ચામડીમાંથી વધુ પડતા ભેજને દૂર કરે છે, જે શુષ્કતા અને બળતરા પેદા કરી શકે છે.
-તેના કારણે ચામડીનું કુદરતી તેલ અને ભેજ નષ્ટ થઈ શકે છે.
-સંવેદનશીલ ચામડી ત્વચા ધરાવતા લોકો ગરમ પાણીને લીધે એલર્જી, લાલાશ અથવા ખંજવાળથી પીડાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )