Weight Loss Tips: ડાયટિંગ દરમિયાન આ 3 ચૂકના કારણે નથી ઘટતું વજન, આપ તો નથી કરી રહ્યાં આ ભૂલો
આજકાલ ઇન્સ્ટાગ્રામ પર વેઇટ લોસને લઇને જુદા જુદા ડાયટ પ્લાન જોવા મળે છે જો કે આ ટિપ્સ લોકો ફોલો કરીને વેઇટ લોસ માટે ટ્રાય કરે છે પરંતુ દરેક વેઇટલોસની પદ્ધતિ અને ડાયટ પ્લાન બધા માટે અસરકારક સાબિત થતો નથી, જેથી કેટલીક વખત આ ટિપ્સથી બધાને મદદ મળતી નથી.
Weight Loss Tips:સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર વજન ઘટાડવાની હજારો રીતો જોવા મળી રહી છે, પરંતુ આમાંથી દરેક પદ્ધતિ તમારા માટે યોગ્ય નથી હોતી.. કેટલીક પદ્ધતિઓ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આવો અમે તમને વજન ઘટાડવા સાથે જોડાયેલી માન્યતાઓ જણાવીએ.
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વજન ઘટાડવા માટે સખત કસરત અને ડાયેટિંગ જરૂરી છે. કેટલાક લોકોને તેનો લાભ મળે છે જ્યારે ઘણા લોકોને તેની કોઈ અસર દેખાતી નથી. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ પદ્ધતિઓ હંમેશા અસરકારક સાબિત થતી નથી. ઘણી વખત આવી આડેધડ સોશિયલ મીડિયા પર ફરતી ટિપ્સ ફોલો કરવાથી નુકસાન પણ થાય છે.
સોશિયલ મીડિયા પર વજન ઘટાડવાની ટિપ્સ જોઈને લોકો વિચાર્યા વગર તેને ફોલો કરવા લાગે છે. પરંતુ દરેક વખતે આવું કરવું ફાયદાકારક સાબિત થતું નથી. કેટલીક પદ્ધતિઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો આ લેખમાં અમે તમને વજન ઘટાડવા સંબંધિત તે ટિપ્સ વિશે જણાવીશું, જે વજન ઘટાડવાને બદલે વધારે છે.
કાર્બ્સને છોડી દેવું
મોટાભાગના લોકોમાં આ ગેરસમજ છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે કાર્બ્સ દુશ્મન છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે બધા કાર્બોહાઇડ્રેટ્સ સરખા નથી હોતા. તમારે જંક ફૂડ અને રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સથી દૂર રહેવું જોઈએ. આખા અનાજ, ફળો અને શાકભાજીમાંથી મળતા જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે.
માત્ર એક્સરસાઇઝ કરવી
વર્ક આઉટ અને ફૂડ - બંને વજન ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એક વસ્તુ પર આધાર રાખવો ખોટું છે અને જો તમે માત્ર કસરત પર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં અને તમારા આહાર પર નિયંત્રણ નહીં રાખો તો તમારું વજન ઓછું કરવામાં મુશ્કેલી પડશે.
ચુસ્તપણે ડાયટ પ્લાન ફોલો કરવો
કેટલાક લોકો વજન ઘટાડવા માટે ચુસ્તપણે ડાયટ પ્લાનને ફોલો કરે છે. જો કે ડાયટિંગ કરીને અને ઓછુ ખાઇને વજન ફટાફટ ઘટાડી શકાય છે પરંતુ તે લાંબા સમય સુધી ટકી શકતું નથી. જ્યારે તમે તમારી સામાન્ય જીવનશૈલીની દિનચર્યામાં પાછા ફરો છો, ત્યારે આનાથી વધુ વજન વધી શકે છે. જેથી એવું ડાયટ પ્લાન પસંદ કરો જે તમે જીવનભર અનુસરી શકો.
જો કે, વજન ઘટાડવા માટે, તમારે સંતુલિત આહાર લેવો પડશે, નિયમિતપણે કસરત કરવી પડશે અને તમારી જીવનશૈલીની દિનચર્યામાં સકારાત્મક ફેરફારો કરવા પડશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )