Weight Loss Tips: ચૈત્રી નવરાત્રી દરમિયાન,આ ફૂડનું સેવન કરીને ઘટાડો ફટાફટ વજન, જાણો ડાયટ પ્લાન
હાલમાં ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે. નવરાત્રિ તન મનનેશુદ્ધ અને સ્વસ્થ કરવાનો મહાઅવસર છે. મનને શાંત અને શરીરને વિકાર રહિત બનાવવા માટેઆપણે ઉપવાસ કરીએ છીએ.
Weight Loss Tips:ચૈત્ર નવરાત્રિમાં ઘટશેફટાફટ વજન હાલમાં ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે. નવરાત્રિ તન મનનેશુદ્ધ અને સ્વસ્થ કરવાનો મહાઅવસર છે. મનને શાંત અને શરીરને વિકાર રહિત બનાવવા માટેઆપણે ઉપવાસ કરીએ છીએ. નવરાત્રિના નવ દિવસ દરમિયાન આપણે એવો ડાયેટ પ્લાનબનાવીએ છીએ કે તે શરીરને સ્વસ્થ રાખે અને વજન પણ ઘટાડે. જો કોઇ વ્યક્તિ સુગરપેશન્ટ હોય તો તે ધ્યાન રાખે અને ડોક્ટરની સલાહ અનુસાર ડાયેટ લે. શરૂઆતલીંબુ પાણીથી કરોકોઇ પણ વ્રત-ઉપવાસની શરૂઆત લીંબુ પાણી કે મધપાણીથી કરો. અડધો કલાક બાદ કેળા, સફરજન, પપૈયુ, સ્ટ્રોબેરી,એવોકડોની સ્મુધી લઇ શકો છો.
દહીં કે લસ્સી પણ લઇ શકો છો. પાણીમાંપલાળેલા ડ્રાયફ્રુટ્સ લોજ્યારે તમને હળવી ભુખ લાગે ત્યારે પાણીમાંપલાળેલા ડ્રાયફ્રુટ કે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. સાથે સાથે પાણીમાં પલાળેલાઅખરોટ, કાજુ, બદામ ખાઈ શકો છો જેનાથી સારું પરિણામ મળશે.ધ્યાન રાખો કે મુઠ્ઠી ભરીને ડ્રાયફ્રુટ્સ ન ખાઓ. તેની સંખ્યા ચારથી પાંચ હોવીજોઇએ. તમે દસ-બાર દાણા પાણીમાં પલાળેલી મગફળી પણ લઇ શકો છો. બપોરનુંભોજનબપોરના ભોજનમાં એક રોટલી અને સાથે વાડકી ભરીનેશાક તેમજ દાળ લઇ શકો છો. જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો મોરૈયાની ખીચડી, એકવાડકી સાબુદાણાની ખીચડી. એક બાઉલ ટામેટા, ગાજર કે ખીરા કાકડીનું સલાડ, સાથે પનીરભુરજી ખાઇ શકો છો. રાતનાજમવામાં મિક્સ સબ્જીરાતના જમવામાં ખાંડ વગરની દુધીની ખીર, મિક્સસબ્જી, વેજ સુપ પણ લઇ શકો છો. તમે કેળા પણ ખાઇ શકો છો.પરંતુ દ્રાક્ષ, કેરી, બીજા સાઇટ્રિક ફ્રુટ્સ એસીડીટીની સમસ્યાનેવધારી શકે છે. તેથી ઉપવાસ દરમિયાન આ ફળોનું સેવન ન કરવું હિતાવહ રહેશે.
healthy drinks :યુરીક એસિડ વધી જાય છે, આ ડ્રિન્કસનું કરો સેવન, થશે ફાયદો
ealthy drinks:યુરીક એસિડ વધી જવું એ આજકાલ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. યુરિક એસિડ વધી જવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉત્પન થાય છે. શરીરમાં યુરિક એસિડ વધી જવાથી એડીમાં દુખાવો,જોઇન્ટમાં દુખાવો, આંગળાના જોઇન્ટસમાં દુખાવો,અંગૂઠામાં સોજો આવી જવો, દુખાવો થવો, તરસ વધુ લાગવી જેવી સમસ્યા થાય છે. શરીરમાં યુરિક એસિડ વધી જાય તો કેટલાક એવા ડ્રિન્ક છે. જેના સેવનથી રાહત મળે છે.
બેકિંગ સોડા
બેકિગ સોડાનું સેવન યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે.તેથી એક ચમચી બેકિંગ સોડાને એક ગ્લાસમાં મિક્સ કરીને નિયમિત રીતે તેનું સેવન કરવાથી રાહત મળે છે.નિષ્ણાતનું માનવું છે કે, બેકિંગ સોડા યુરિક એસિડના ક્રિસ્ટલ્સને તોડીને તેને બ્લડમાં મિક્સ કરવામાં મદદ કરે છે. જો કે વધુ માત્રામાં બેકિંગ સોડાનું સેવન નુકસાન પહોંચાડે છે. જેથી ડોક્ટરની સલાહ જરૂરી છે.
લીંબુ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. યુરિક એસિડ વધવાની સમસ્યામાં તે ફાયદાકારક છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આપ દિવસમાં એક વખત લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણી એસિડ ક્રિસ્ટલથી થતાં નુકસાને ઓછું કરે છે.
પાણી પીવો
નિયમિત પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન લાભ પહોંચી શકે છે. શરીરની મોટાભાગની સમસ્યા પાણીથી જ હલ થઇ શકે છે. નિયમિત 2થી3 લિટર પાણી પીવાથી શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. તેમજ યુરિક એસિડ વધવાની સમસ્યાથી રાહત આપી શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )