Women Health: આજકાલ બહુ નાની ઉંમરે જ કેમ શરૂ થઇ રહ્યાં છે પિરિયડ્સ, જાણો નિષ્ણાતોએ શું આપ્યાં કારણો
What is puberty:પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બાળકીઓને આટલી નાની ઉંમરમાં પીરિયડ્સ કેમ આવે છે, તેનું કારણ શું છે અને શું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? તો ચાલો આજે અમે તમને જણાવીએ કે બાળકોને માત્ર 6 થી 9 વર્ષની ઉંમરમાં જ પીરિયડ્સ શા માટે આવે છે અને તેના કારણો શું હોઈ શકે છે.
What is puberty: આજકાલ ઘણી નાની છોકરીઓને પીરિયડ્સ આવવા લાગે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળનું કારણ શું છે?
છોકરીઓમાં પીરિયડ્સ આવવાની ઉંમર 10 થી 15 વર્ષની વચ્ચે હોય છે, પરંતુ આજકાલ જોવામાં આવી રહ્યું છે કે, ખૂબ જ નાની ઉંમરની છોકરીઓને પીરિયડ્સ આવવા લાગે છે, જેમાં 6-9 વર્ષની છોકરીઓનો પણ સમાવેશ થાય છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બાળકીઓને આટલી નાની ઉંમરમાં પીરિયડ્સ કેમ આવે છે, તેનું કારણ શું છે અને શું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? તો ચાલો આજે અમે તમને જણાવીએ કે બાળકોને માત્ર 6 થી 9 વર્ષની ઉંમરમાં જ પીરિયડ્સ શા માટે આવે છે અને તેના કારણો શું હોઈ શકે છે.
શું હોય છે તરુણાવસ્થા
તરુણાવસ્થા એક એવી પ્રક્રિયા છે જેમાં છોકરાઓ અને છોકરીઓના શરીરમાં ફેરફારો થવા લાગે છે, તેમના પ્રાઈવેટ પાર્ટ્સ ડેવલપ થવા લાગે છે. તરુણાવસ્થાની ઉંમર છોકરીઓમાં 8 થી 13 વર્ષની અને છોકરાઓમાં 9 થી 14 વર્ષની વચ્ચે શરૂ થાય છે. આજકાલ છોકરીઓમાં પ્રિમેચ્યોર પ્યુબર્ટીના કિસ્સાઓ વધી રહ્યા છે, જેના કારણે બાળકોમાં શારીરિક અને ભાવનાત્મક ફેરફારો થઈ રહ્યા છે. છોકરીઓ તેમની ઉંમર કરતાં મોટી દેખાવા લાગે છે અને શરીરમાં બદલાવને કારણે તણાવ પણ વધવા લાગે છે.
શા માટે છોકરીઓ નાની ઉંમરે તરુણાવસ્થામાંથી પસાર થાય છે?
જ્યારે નિષ્ણાંતોને છોકરીઓમાં પ્રારંભિક તરુણાવસ્થાના કારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે, પહેલા છોકરીઓમાં શારીરિક પરિવર્તનના પ્રથમ સંકેતો 13 થી18વર્ષ પછી આવતા હતા, પરંતુ હવે છોકરીઓ તેના કરતા ત્રણથી ચાર મહિનામાં પિરિયડ્સ શરૂ થઇ જાય છે.
વહેલા પિરિયડ શરૂ થવા પાછળ નિષ્ણાતો ખરાબ લાઇફ સ્ટાઇલને જવાબદાર ગણાવે છે. આજકાલ બાળકોના આહારમાં પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ અને ઠંડા પીણાં વધુ હોય છે, આમાં કેટલાક રસાયણો અને પ્રિઝર્વેટિવ્સ હોય છે જે હોર્મોન્સનું અસંતુલન કરી શકે છે, જેના કારણે ઉંમરથી વહેલા પિરિયડ્સ શરૂ થઇ જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )