શું દરરોજ કેળા ખાવા જોઈએ, ફાયદા જાણી તમે પણ શરુ કરી દેશો ખાવાનું
આપણે બધા જાણીએ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પરંતુ કેળા એક એવું ફળ છે જે સસ્તું હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આપણે બધા જાણીએ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પરંતુ કેળા એક એવું ફળ છે જે સસ્તું હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે દરેક સિઝનમાં ઉપલબ્ધ છે અને ભારતના દરેક ભાગમાં જોવા મળે છે. કેળામાં વિટામિન A, C, વિટામિન B6, પોટેશિયમ, સોડિયમ, આયર્ન અને વિવિધ એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ મળી આવે છે. આ જ કારણ છે કે કેળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ કેળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
કેળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં ફાઈબર, સ્ટાર્ચ, વિટામિન્સ, મિનરલ્સ, ફાયટોકેમિકલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ સહિત ઘણા જૈવ સક્રિય સંયોજનો છે જે શુગરના સ્તરને જાળવી રાખે છે અને ટાઈપ 2 ડાયાબિટીસ સામે લડે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે
કેળા શરીરને મજબૂત બનાવે છે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કેળામાં વિટામિન સી મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. સ્વાસ્થ્ય માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે.
હાડકાં મજબૂત રાખે છે
કેળા હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં હાજર મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દરરોજ કેળા અને દૂધનું સેવન કરવાથી નબળા હાડકાં મજબૂત થાય છે. કેળાને દરરોજ ડાયેટમાં સામેલ કરવા જોઈએ.
વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે કેળા
કેળામાં ફાઈબર અને વિટામિન હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં રહેલા ગુણો વજન ઘટાડવામાં મદદ કરે છે. કેળામાં પ્રમાણમાં ઓછી કેલરી હોય છે તેથી પેટ ભરાય છે અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
કીડની માટે ફાયદાકારક
કેળામાં પોટેશિયમ હોય છે જે સ્વસ્થ કિડની કાર્ય અને બ્લડ પ્રેશર માટે ખૂબ જ જરૂરી છે. પોટેશિયમ ખાસ કરીને તમારી કિડનીને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક હોઈ શકે છે.
શરીરના તાપમાન નિયમન કરે છે
કેળા એક એવું જ ફળ છે, જે લગભગ આખું વર્ષ મળે છે. તે ઉનાળા અને શિયાળા ચોમાસું દરેક ઋતુમાં મળે છે. કેળાં શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમે દરરોજ એક કે બે કેળા પણ ખાઈ શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )