શોધખોળ કરો
Advertisement
Beauty Tips: આ પાંચ ઘરેલુ નુસખાથી મેળવો ચહેરા પર ફેયરનેસ ટ્રીટમેન્ટ જેવો ગ્લો
આજકાલ બ્યુટી પાર્લેરમાં લગ્ન પહેલા ફેયરનેસ ટ્રીટેમન્ટ કરાવવામાં આવે છે. ઘરેલું નુસખા દ્રારા પણ આપ ફેયરનેસ ટ્રીટમેન્ટ જેવો ગ્લો મેળવી શકો છો. જાણીએ સરળ ઘરેલુ ઉપાય
ઘરેલુ એવી અનેક ટ્રીટમેન્ટ છે. જેનાથી બ્યુટી પાર્લર કરતા પણ સારૂ રિઝલ્ટ મેળવી શકાય છે. જો આપ પાર્લર નહી પરંતુ નેચરલ ગ્લો ઇચ્છતા હો તો આ પાંચમાંથી એક ઘરેલુ નુસખ્ખા અપનાવીને ચહેરા પર નિખાર લાવી શકો છો.
ત્વચાને ખૂબસૂરત રાખવા માટે સૌથી પહેલી શરત એ છે કે, તણાવથી દૂર રહેવું. દિવસમાં એક વખત ખડખડાટ હાસ્ય કરવું. સાતથી આઠ કલાકની ગાઢ ઊંઘ લેવી અને ઓઇલ જંક ફૂડને અવોઇડ કરીને ફ્રૂટ અને સલાડને ડાયટમાં સામેલ કરો.
આ પ્રકારની જીવન શૈલી સ્વસ્થતાના સાથે સુંદરતા પણ આપે છે.પાર્લર જેવી જ ફેયરનેસ ટ્રીટમેન્ટ ઘરે કરવા ઇચ્છતા હો તો. આ પાંચ ટિપ્સથી પાર્લર જેવો ગ્લો મેળવી શકો છો.
વોકિંગ
રોજ નિયમિત 30 મિનિટ સુધી વોક કરો. વોકિંગથી બ્લડસર્ક્યુલેશન સારૂં થાય છે. જેના કારણે ત્વચા પર નિખાર આવે છે.
ફેસવોશ
ચહેરા પર ક્યારેય કોઇપણ પ્રકારનો સાબુ ન લગાવો, માઇલ્ડ ફેશવોશ યુઝ કરી શકો છો. રાત્રે સૂતા પહેલા ફેસવોશથી ચહેરો વ્યવસ્થિત ક્લિન કરો.
નાઇટ ક્રિમ
રાત્રિ માટે એવું મોશ્ચરાઇઝર ઉપયોગ કરો. જે એન્ટીઓક્સિડન્ટ હોય. જો આપના મોશ્ચરાઇઝ ક્રિમ વિટામિન, એ,સી,ઇ અને બી3 યુક્ત હશે તો સ્કિનને પોષિત કરશે.
નેચરલ પ્રોડક્ટ
કોશિશ કરો કે ચહેરા માટે નેચર વસ્તુનો ઉપયોગ વધુ થાય. રસાણિક ચીજોનો ઉપયોગ ટાળો, આવી વસ્તુનો ઉપયોગ કરતા પહેવા સ્કિન સ્પેશ્યાલિસ્ટની સલાહ લેવી, પૈસા બચાવવા માટે ક્રિમની ગુણવત્તા સાથે સમાધાન ન સાધો
ઘરેલુ ફેસપેક
ઘરના ફેસપેકનો ઉપયોગ કરી શકાય છે. કાચા દૂધમાં હળદર મિક્સ કરીને લગાવવાથી નિખાર આવે છે. આ પ્રયોગ વીકમાં બેથી ત્રણ વખત કરી શકાય. ઉપરાંત કાચ દૂધથી ફેસવોશ કરવાથી પણ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement