શોધખોળ કરો
Spinach Juice: પાલકનો રસ આંખો માટે ખૂબ જ ફાયદાકરાક, જાણો તેને પીવાથી બીજા ક્યાં ફાયદા થશે
Spinach Juice: આજના ડિજિટલ યુગમાં સતત સ્ક્રીન જોવાના કારણે આંખોમાં થાક અને ધૂંધળું દેખાવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આવા સમયે આંખોની યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

પાલકનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાલકનો રસ જો દરરોજ પીવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થશે. કુદરતી ઉપાયોમાં એક સરળ અને અસરકારક ઉપાય છે પાલકનો રસ. પાલકમાં આંખોની તંદુરસ્તી માટે જરૂરી અનેક પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની વધારવામાં અને થાક ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
2/7

પાલક વિટામિન Aનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન A આંખના કોર્નિયા અને રેટિના માટે ખૂબ જ જરૂરી છે. તે રાત્રે ઓછું દેખાવાની સમસ્યા (નાઈટ બ્લાઇન્ડનેસ) ઘટાડવામાં મદદ કરે છે અને આંખોની દ્રષ્ટિ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Published at : 31 Dec 2025 05:58 PM (IST)
આગળ જુઓ
Advertisement





















