વિશ્વની સૌથી સ્વાદિષ્ટ ચીજ ડેઝર્ટમાં રસ મલાઈ આ ક્રમે, લિસ્ટ જોઈને તમારા મોઢામાં પણ આવી જશે પાણી
વિશ્વ પ્રસિદ્ધ 10 શ્રેષ્ઠ પનીર ડેઝર્ટ્સની યાદીમાં અન્ય લોકપ્રિય પનીર મીઠાઈઓ પણ સામેલ છે
ફેમસ ફૂડ ગાઈડ, ટેસ્ટ એટલાસ એ તાજેતરમાં વિશ્વભરની '10 બેસ્ટ ચીઝ ડેઝર્ટ્સ'ની યાદી બહાર પાડી છે, જેમાં વિવિધ સંસ્કૃતિઓની ચીઝી મીઠાઈઓની યાદી છે.ટેસ્ટ એટલાસની આ યાદીમાં ટોચ પર છે સેર્નિક, જે પોલેન્ડની સ્વાદિષ્ટ ચીઝકેક છે. તે ઇંડા, ખાંડ અને ટવારોગ (એક પ્રકારનું દહીં પનીર)માંથી તૈયાર કરવામાં આવે છે. સર્નિકને ક્રન્ચી કેક બેઝની ટોચ પર બેક કરી શકાય છે અથવા રસોઈ કર્યા વિના ખાઈ શકાય છે. તેની લોકપ્રિય વિવિધતાઓમાં સ્પોન્જ કેક-વર્ઝન છે, જે જેલી અને ફળોથી શણગારવામાં આવે છે, જે આ મીઠાઈને ક્લાસિક ટચ આપે છે.
ભારતની સૌથી પ્રિય સ્વીટ રસ મલાઈનું નામ બીજા સ્થાને સામેલ છે. આ સ્વીટ મૂળ પશ્ચિમ બંગાળની છે, જે સમગ્ર ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ મીઠાઈના સ્વાદનો અંદાજ 'જ્યૂસ' (રસ) અને 'ક્રીમ' (મલાઈ) પરથી લગાવી શકાય છે. આ સ્વીટ સોફ્ટ અને સ્પૉન્ગી હોય છે. 'ચેના'માંથી બનેલી આ મીઠાઈ માટે સૌથી પહેલા દૂધમાં લીંબુનો રસ ઉમેરીને તાજું પનીર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ રસ મલાઈને ખાંડની ચાસણીમાં ઉકાળવામાં આવે છે અને એલચી, બદામ અને પિસ્તા સાથે સ્વાદવાળી મીઠી દૂધની ચાસણી 'રાબડી'માં પલાળવામાં આવે છે. કેટલાક લોકો તેને ફ્રીજમાં ઠંડુ કર્યા પછી ખાવાનું પસંદ કરે છે. આ મીઠાઈ મુખ્યત્વે ભારતમાં હોળી અને દિવાળી પર પીરસવામાં આવે છે. ચાલો તેની ટોપ 10 યાદી પર એક નજર કરીએ.
વિશ્વ પ્રસિદ્ધ '10 શ્રેષ્ઠ પનીર ડેઝર્ટ્સ'ની યાદીમાં અન્ય લોકપ્રિય પનીર મીઠાઈઓ પણ સામેલ છે. અહીં સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે.
- સેર્નિક, પોલેન્ડ
- રસમલાઈ, ભારત
- સ્ફાકિયાનોપિતા, ગ્રીસ
- એનવાયસી સ્ટાઇલ ચીઝકેક, યુએસએ
- જાપાનીઝ ચીઝકેક, જાપાન
- બાસ્ક ચીઝકેક, સ્પેન
- રાકોસ્ઝી ટુરોસ, હંગેરી
- મેલોપિટા, ગ્રીસ
- કાસેકુચેન, જર્મની
- મીસા રેઝી, ચેક રિપબ્લિક
આ સિવાય અન્ય ચીઝ મીઠાઈઓ કે જેણે ટેસ્ટ એટલાસની શ્રેષ્ઠ રેટેડ મીઠાઈઓની સૂચિમાં સ્થાન મેળવ્યું છે તેમાં કાલિતસોનિયા (ગ્રીસ), કાર્ટોલા (બ્રાઝિલ), રોમેયુ એ જુલિએટા (બ્રાઝિલ), ક્વેસાડા પેસિએગા (સ્પેન) મેલ આઈ માટો (સ્પેન), કોહુપીમાક્રીમ (એસ્ટોનિયા), પ્લેસિન્ટા ક્યુ ઉર્દા (રોમાનિયા), પાસખા (રશિયા), હલવત અલ-જેબેન (સીરિયા), માર્ટિન ફિએરો (ઉરુગ્વે), ટોપફેન્ટોર્ટે (ઓસ્ટ્રિયા), ફિઆડોન (ફ્રાન્સ), ઓસ્ટકાકા (સ્વીડન), હોસ્મેરિમ (તુર્કી) અને પોસ્ટ્રે વિજિલેન્ટ (આર્જેન્ટિના)નો સમાવેશ થાય છે.