શોધખોળ કરો
Advertisement
ITCએ બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતાં વિટામિન C અને ઝીંકથી ભરપૂર જેલીમાલ્સ ઈમ્યુનોઝ કરી લોન્ચ
જૅલીમાલ્સ ઈમ્યુનોઝ 2 એસકેયુમાં ઉપલબ્ધ થશે, 30 ગ્રામ અને 108 ગ્રામ જેની કિંમત અનુક્રમે રૂ. 10 અને રૂ. 50 હશે.
ITC લિ.ની કૉન્ફેક્શનરી બ્રાન્ડ જૅલીમાલ્સ પોતાના પોર્ટફોલિયોને બાળકોમાં રોગપ્રતિકારક તંત્રને આધાર આપતા વિટામિન સી અને ઝિન્ક જેવાં બે મહત્વનાં પોષક તત્વોથી મજબૂત કરાયેલા જૅલીમાલ્સ ઈમ્યુનોઝમાં સ્થળાંતરિત કરે છે. આ બ્રાન્ડ બાળકોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે અને તેમણે વૈશ્વિક મહામારી કોવિડ-19ની શરુઆતમાં જ બાળકોમાં જાગરુકતા લાવવા હેઠળ WHOની માર્ગદર્શિકાઓ પર આધારિત એક ગીત ‘ડુ ધ 5’ બનાવ્યું હતું. વર્તમાન સંદર્ભમાં આ ઉત્પાદનની રજૂઆત બાળકોના કલ્યાણને વધુ આધાર આપવા હેઠળ સ્વાભાવિક પ્રગમન તરીકે કરવામાં આવી છે.
બાળકોનું કૉન્ફેક્શનરી માર્કેટ જૅલી વર્ગમાં ઉત્તેજના અને નાવીન્યથી સંચાલિત છે અને ચળકતા રંગો તથા રસપ્રદ આકારો પર આધારિત છે. વૈશ્વિક મહામારીને કારણે રોગપ્રતિરક્ષાને આધાર આપતા ઉત્પાદનોની માગમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાએ આ કેટેગરી દ્વારા બાળકોને સલામત રાખવાની જરૂરિયાતનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ITCના લાઈફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી સેન્ટર્સ (એલએસટીસી) ખાતે ITCના વિજ્ઞાનીઓની ટીમ લગભગ એક દશકથી સ્વાસ્થ્ય અને પોષક તત્વોના વિવિધ ક્ષેત્રો પર કામ કરી રહી છે અને જેમાં રોગપ્રતિરક્ષા એક મહત્વનું કેન્દ્રબિંદુ રહેલ છે.
આ લૉન્ચ અંગે ટિપ્પણી કરતા ITC લિ.ના ચોકલેટ, કૉફી, કૉન્ફેક્શનરી અને ન્યૂ કેટેગરી ડેવલપમેન્ટ – ફૂડ્સ માટેના સીઓઓ શ્રી. અનુજ રસ્તોગીએ જણાવ્યું હતું કે, “બાળકો પર કેન્દ્રિત બ્રાન્ડ તરીકે, વિટામિન સી અને ઝિન્કનો રોજનો ડૉઝ આપી અમારા ઉત્પાદનો દ્વારા બાળકોના સ્વાસ્થ્યને આધાર આપવો એ અમારો પ્રયાસ છે અને એ અમે “Jelimals' Way”થી કરી રહ્યા છીએ – આ આખી પ્રવૃત્તિને અમે બાળકો તથા માતા-પિતા બંને માટે મજેદાર અને આકર્ષક બનાવવા માગીએ છીએ જેવું અમે અમારા“ડુ ધ 5”વિડિયો સાથે કર્યું હતું.. ”
જૅલીમાલ્સ ઈમ્યુનોઝ 2 એસકેયુમાં ઉપલબ્ધ થશે, 30 ગ્રામ અને 108 ગ્રામ જેની કિંમત અનુક્રમે રૂ. 10 અને રૂ. 50 હશે. આ પૅક્સ મજેદાર ફળ ફ્લૅવર્સના લાભ, ઉત્સુકતા વધારતાં રમકડાં, ડબલ લૅયર પૅકેજિંગથી સજ્જ થઈને આવશે, તો રૂ. 50નું પૅક ઝિપ લૉક પૅક સાથે આવશે. આ ઉત્પાદન આખા ભારતમાં રિટેલ દુકાનો, મૉડર્ન ટ્રેડ તથા ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ્સ પર ઉપલબ્ધ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement