Hair Care Tips: ઘાટા,લાંબા અને મુલાયલ વાળ માટે માત્ર આ 5 સરળ ઉપાયને બનાવો રૂટીન
દરેક વ્યક્તિને લાંબા, સુંદર, જાડા અને કાળા વાળની ઈચ્છા હોય છે, જો કે થોડી આદતો અને લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને વાળનો ગ્રોથ વધારી શકાય છે.
![Hair Care Tips: ઘાટા,લાંબા અને મુલાયલ વાળ માટે માત્ર આ 5 સરળ ઉપાયને બનાવો રૂટીન Just make these 5 simple remedies routine for dark, long and limp hair Hair Care Tips: ઘાટા,લાંબા અને મુલાયલ વાળ માટે માત્ર આ 5 સરળ ઉપાયને બનાવો રૂટીન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/2638ae4166d469eb2e8e70c1469bed5d169945828912581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hair Care Tips:આજકાલ લોકો સુંદર દેખાવા માટે ઘણા ઉપાયો કરે છે. ખાસ કરીને યુવતીઓ પોતાના લુકને લઈને ખૂબ જ સભાન હોય છે. વાળની સુંદરતા વધારવા હેર ટ્રીટમેન્ટ કરે છે. જો કે, ઘણા કારણોસર, તે હેરને ડેમેજ કરે છે અને તૂટવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, આ સરળ ટિપ્સની મદદથી તમે તમારા વાળને લાંબા, સુંદર, જાડા અને કાળા બનાવી શકો છો.
તેલથી માલિશ કરો
તેલ માલિશ કરવાથી માથાની ચામડીને પોષણ મળે છે. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને સારી ઊંઘ આવે છે. તેલના ઉપયોગથી મૂળ મજબૂત બને છે અને વાળ નબળા અને તૂટતા નથી. લાંબા વાળ માટે વાળ ખરતા ઓછા કરવા ખૂબ જ જરૂરી છે. તેલ લગાવવાથી વાળની શુષ્કતા પણ દૂર થાય છે. આ કામ તમે ગમે ત્યારે ઘરે આરામથી કરી શકો છો અને આમ કરીને તમે તમારા વાળનું આયુષ્ય વધારી શકો છો.
ભીના વાળમાં કાંસકો ન લગાવો
ભીના વાળ શુષ્ક વાળ કરતા નબળા હોય છે. આપણા વાળ કેરાટિન નામના પ્રોટીનથી બનેલા છે. જ્યારે વાળ ભીના હોય છે, ત્યારે આ કેરાટિન્સ નબળા બોન્ડ્સ (હાઈડ્રોજન બોન્ડ) બનાવે છે જેના કારણે વાળ સરળતાથી તૂટી જાય છે. તેથી જ્યારે આપણે ભીના વાળ ખેંચીએ છીએ, ત્યારે તેની ક્યુટિકલ તેના આકારમાં પાછી આવતી નથી અને તૂટી જાય છે. આવી સ્થિતિમાં, જે વાળ ખૂબ ભીના હોય તેને કાંસકો ન કરવો જોઈએ, જ્યારે વાળ સહેજ સુકાઈ જાય ત્યારે જ કાંસકો કરો.
વાળ માટે હિટનો ઉપયોગ ન કરો
હેર સ્ટ્રેટનર અથવા બ્લો ડ્રાયરનો ઉપયોગ કરીને વાળે હિટ આપવામાં આવે છે.ત્યારે વાળ 180 ° સે સુધી ગરમી સહન કરી શકે છે. દરરોજ આના કરતા વધુ હિટ આપવાથી વાળનું નેચરલ મોશ્ચર ઉડી જાય છે અને વાળ ફાટી જાય છે. તેથી, વાળને સ્વસ્થ રાખવા માટે, ગરમી સાથે સંકળાયેલી કોઈપણ પ્રક્રિયાનો ઉપયોગ ન કરશો.
યોગ્ય કાંસકાની પસંદગી જરૂરી
તમે ઘણા હેર પેક, માસ્ક કે ઉપાયો અપનાવીને તમારા વાળને મુલાયમ બનાવ્યા હશે, પરંતુ એક ભૂલને કારણે તમારા વાળ જલ્દી જ નિર્જીવ અને નબળા બની શકે છે. આ ભૂલ ખોટા કાંસકાની પસંદગી પણ છે. તમારા વાળના પ્રકાર મુજબ, તે સીધા, વાંકડિયા અથવા સામાન્ય હોય, યોગ્ય કાંસકોનો ઉપયોગ કરો જેમ કે મોટા દાંતા અથવા નાના દાંતા. તમારા વાળને ત્રણ ભાગમાં વહેંચ્યા પછી જ કાંસકો કરો. અયોગ્ય કાંસકાની પસંદગી પણ વાળને નબળા બનાવે છે અને વાળ તૂટવા લાગે છે.
હેર ટ્રીટમેન્ટથી બચો
વાળની યોગ્ય કાળજી લેવાથી તેઓ ખૂબ જ સ્વસ્થ રહે છે. જ્યારે વાળ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના સંપર્કમાં આવે છે ત્યારે કુદરતી રીતે તેમની શક્તિનો નાશ થાય છે. અને પછી તે તાકાત ક્યારેય પાછી નહીં આવે. તેથી, હેર કલર, હેર સ્ટ્રેટનિંગ, હેર પરમ વગેરેથી દૂર રહેવાના તમામ શક્ય પ્રયાસો કરો અને હેર સ્પા, હેર કન્ડીશનીંગ, હેર ઓઇલ અને શેમ્પૂ વડે વાળની યોગ્ય કાળજી લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)