(Source: ECI/ABP News/ABP Majha)
Kiss Day 2023: આજે છે કિસ ડે, ચુંબન કરવાથી થાય છે અનેક ફાયદા
Happy Kiss Day 2023: કિસ કરવાથી હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે. જે તણાવ અને ચિંતાને દૂર કરે છે. ચુંબન તમારા ચહેરાના સ્નાયુઓને મજબૂત બનાવે છે
Kiss Day 2023: કિસ એટલે કે ચુંબન ભાવનાઓની અભિવ્યક્તિનુ એક સુંદર માધ્યમ છે. કિસ કરવાથી સંબંધોમાં પ્રેમ અને લગાવ તો વધે જ છે, સાથે સાથે કેટલાક સ્વાસ્થ્ય રીતે ફાયદાઓ પણ થાય છે. કેટલાક મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, સ્વાસ્થ્ય માટે ચુંબન ફાયદો પણ કરાવે છે, અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓને પણ ઓછી કરે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર, કિસ કરતી વખતે ચહેરાના 34 ફેસિયલ મસલ્સ અને શરીરની 112 પૉશ્વર મસલ્સ એક્ટિવ થઇ જાય છે. આ કારણે સ્નાયુઓ ટાઇટ અને ટૉન્ડ રહે છે. ચુંબન ચહેરામાં લોહીની સંચારને ઝડપી બનાવે છે. જેનાથી ચામડી જવાન અને સુંદર દેખાય છે. એક ચુંબન ઉંમરને વધવાથી રોકવા અને શારીરિક સમસ્યાઓના ઇલાજને ઓછો કરે છે.
પ્રેમ ચહેરા પર મોટું સ્મિત લાવે છે, પરંતુ આ પ્રેમ ચુંબન વિના અધૂરો છે. જો તમારા સંબંધોમાં પ્રેમ છે, તો ચોક્કસપણે ચુંબન થશે. આખી દુનિયામાં પ્રેમ વ્યક્ત કરવા માટે કિસ કરવામાં આવે છે. ચુંબન ફક્ત ભાગીદારો વચ્ચે જ થતું નથી, માતા તેના બાળકને ગમે તેટલી વાર ચુંબન કરે છે. પરિવારના વડીલો પણ ગાલ પર મોટી ચુંબનો આપે છે. પ્રેમ વ્યક્ત કરવાની આનાથી વધુ સારી રીત કદાચ જ હોઈ શકે. જ્યારે કપલ એકબીજાને ચુંબન કરે છે, તો તેનાથી પ્રેમની સાથે ઘણા શારીરિક ફાયદા પણ થાય છે. કિસ કરવાથી હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે. જે તણાવ અને ચિંતાને દૂર કરે છે. ચુંબન તમારા ચહેરાના સ્નાયુઓને મજબૂત બનાવે છે. કિસ કરવાથી ચહેરા પરની કરચલીઓની સમસ્યા પણ ઓછી થાય છે. ચાલો જાણીએ કિસ કરવાથી શું ફાયદા થાય છે.
ચુંબન ના ફાયદા
- ઈમ્યુનિટી વધારો- તમને જાણીને નવાઈ લાગશે કે કિસ કરવાથી ઈમ્યુનિટી વધે છે. આ અતિસંવેદનશીલતા ઘટાડે છે. એક અભ્યાસ અનુસાર, કિસ કરવાથી પાર્ટનરનો સ્વેબ એકબીજાના મોંમાં જાય છે, જેના કારણે કેટલાક નવા કીટાણુ તમારા મોંમાં જાય છે. આના કારણે શરીરમાં તે જંતુઓ સામે એન્ટિબોડીઝ બને છે અને ભવિષ્યમાં તમે તેનાથી બીમાર ન થાઓ
- હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે- કિસ કરવાથી શરીરમાં ખુશીની લાગણી આવે છે. ચુંબન ઓક્સિટોસિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા રસાયણો મુક્ત કરે છે, જે તમારી લાગણીઓ અને બંધનને મજબૂત બનાવે છે.
- તણાવ દૂર કરે- ચુંબન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે અને તમને તણાવ મુક્ત બનાવે છે. કિસ કરવાથી ચહેરા પર સ્મિત આવે છે. આવી સ્થિતિમાં, તમે તણાવ, થાક અને અન્ય સમસ્યાઓથી દૂર રહો છો.
- કિસ કરવાના અન્ય ફાયદા- ચુંબન તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે. આ તમારા હોઠ, ગાલ, ચહેરો, જીભ, જડબા અને ગરદનના સ્નાયુઓની કસરત કરે છે. ચુંબન કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેના ચહેરા પર કરચલીઓ અને વૃદ્ધાવસ્થા ઓછી દેખાય છે. ચુંબન તમને સ્વસ્થ, સુંદર અને મજબૂત બનાવે છે.
- ચહેરાના સ્નાયુઓને મજબૂત બનાવે - કિસ કરવાથી ચહેરાના સ્નાયુઓ મજબૂત બને છે. સતત ચુંબન કરવાથી ચહેરાના 34 સ્નાયુઓ અને 112 પોસ્ચરલ મસલ્સ હોય છે, જેના કારણે કરચલીઓની સમસ્યા થતી નથી અને ચહેરો લાંબા સમય સુધી યુવાન રહે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )