શોધખોળ કરો

Life Partner : સ્ત્રી પાર્ટનર વગર નથી રહી શકતા પુરૂષો? રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા

દરેક વ્યક્તિને સુખી જીવન જીવવા માટે જીવનસાથીની જરૂર હોય છે. સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિને જીવનસાથીની જરૂર હોય છે.

Men Really not live Without Partner : દરેક વ્યક્તિને સુખી જીવન જીવવા માટે જીવનસાથીની જરૂર હોય છે. સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિને જીવનસાથીની જરૂર હોય છે. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે, પાર્ટનરની સૌથી વધુ જરૂર કોને છે? એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, પુરુષોને જીવનસાથીની સૌથી વધુ જરૂર હોય છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, પુરૂષો તેમના લાઈફ પાર્ટનર વગર રહી શકતા નથી.

સ્ટેટ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પુરૂષ તેની સ્ત્રી જીવનસાથીને ગુમાવે છે, તો તેની એક વર્ષની અંદર મૃત્યુ થવાની સંભાવના 70% વધી જાય છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે, લાઈફ પાર્ટનર ગુમાવવાનું દુઃખ પુરુષોને સૌથી વધુ અસર કરે છે. આ સંશોધન 22 માર્ચે PLOS One જર્નલમાં પ્રકાશિત થયું હતું.

નાની ઉંમરે જીવનસાથી ગુમાવવાનું દુઃખ

AFP ન્યૂઝ એજન્સીએ આ રિસર્ચ પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, જે લોકો નાની ઉંમરમાં પોતાના જીવનસાથીને ગુમાવે છે તેમના 1 વર્ષની અંદર મૃત્યુ થવાની શક્યતા વધુ હોય છે. આંકડાકીય રીતે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, જે પુરુષોએ નાની ઉંમરે તેમના જીવનસાથી ગુમાવ્યા છે તેમના મૃત્યુની શક્યતા 70 ટકા વધુ છે. જ્યારે જે સ્ત્રીઓએ તેમના જીવનસાથી ગુમાવ્યા છે તેમના મૃત્યુની શક્યતા 27 ટકા જેટલી છે.

નિષ્ણાતોએ શું કહ્યું?

આ સંશોધનના સહ-નિર્દેશક ડૉ. ડોન કાર કહે છે કે, સામાન્ય રીતે આવું એટલા માટે થાય છે કારણ કે જેવી તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારાથી અલગ થઈ જાય છે તેની અસર તમારી દિનચર્યા પર પણ પડે છે. તમે ડિપ્રેશનમાં સરી પડો છો. ક્યારેક તો પુરૂષ દારૂ પીવાનું પણ શરૂ કરી દે છે. આ સાથે તે હંમેશા મૌન બેસી રહે અને કસરત વગેરે કરવાનું બિલકુલ છોડી દેવામાં આવે છે. આ જ કારણ છે કે, પાર્ટનરથી અલગ થયા પછી લોકોનું મૃત્યુ થવાની શક્યતા વધુ હોય છે. જેમાં જે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને હંમેશા એકબીજાની સાથે રહેવા માંગે છે. તેઓ પોતાનું ભવિષ્ય લાંબુ જુએ છે અને એકબીજા સાથે સ્વસ્થ જીવન જીવવા માટે તેમની જીવનશૈલીને તે મુજબ સ્વસ્થ રાખે છે. 

ટોપ સ્ટોરી

માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget