શોધખોળ કરો

Summer Health: મે-જૂનના ધોમધખતા તડકામાં વધી જાય છે આ બીમારીનો ખતરો, આ રીતે ખુદનો રાખો ખ્યાલ

આરોગ્ય નિષ્ણાતોના મતે, ઉનાળામાં જે રોગોનું જોખમ સૌથી વધુ હોય છે તેમાં ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, વાયરલ તાવ, ઝાડા, કિડનીમાં પથરી, આંખનો ચેપ, પેટના રોગો અને યુટીઆઈનો સમાવેશ થાય છે.

Summer Health: દેશના ઘણા ભાગોમાં અત્યંત ગરમી છે. દિલ્હી-NCRમાં તાપમાન 40ને પાર કરી રહ્યું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થઈ શકે છે, તેથી આરોગ્ય નિષ્ણાતો સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે તીવ્ર સૂર્યપ્રકાશ, વધુ પડતો પરસેવો અને હીટસ્ટ્રોક સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આમાં ડિહાઇડ્રેશનનું સૌથી વધુ જોખમ રહેલું છે. આવો જાણીએ આ સિઝનમાં કયા રોગોનું જોખમ સૌથી વધુ હોય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ...

ઉનાળાની ઋતુમાં કયા રોગોનું જોખમ રહે છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, ઉનાળામાં જે રોગોનું જોખમ સૌથી વધુ હોય છે તેમાં ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, વાયરલ તાવ, ઝાડા, કિડનીમાં પથરી, આંખનો ચેપ, પેટના રોગો અને યુટીઆઈનો સમાવેશ થાય છે. શરીરમાં પાણીની ઉણપ ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે, જે હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જેના કારણે થાક વધુ લાગે છે અને બીપી-સુગર લેવલ પણ વધી શકે છે. પાણીની ઉણપથી પણ કિડનીમાં પથરીની સમસ્યા વધી જાય છે. જેના કારણે બળતરા, દુખાવો, પેશાબમાં લોહી આવવું, ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો, કમરનો દુખાવો, વારંવાર પેશાબ આવવો જેવા લક્ષણો થઈ શકે છે.

રોગોથી બચવા શું કરવું

તબીબોનું કહેવું છે કે ઉનાળાની ઋતુમાં કમળો, ટાઈફોઈડ અને ગેસ્ટ્રોને લગતી બીમારીઓ પણ વધી જાય છે, તેથી છૂટક કાપેલા ફળ ખાવાનું ટાળવું જોઈએ. ફળોના રસમાં ઉપયોગમાં લેવાતા બરફને પણ ટાળવો જોઈએ. શેરડીનો રસ આ ઋતુમાં ફાયદાકારક છે પણ તેનાથી ટાઈફોઈડ અને કમળો થઈ શકે છે. ઉનાળામાં વધુ પડતો પરસેવો, ઉબકા, ઊલટી, ગભરાટ, ચક્કર, હીટ સ્ટ્રોક અને હાઈ બ્લડપ્રેશર જેવા લક્ષણો જોવા મળે તો બેદરકાર રહેવાને બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ ઋતુમાં હૃદયના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Summer Health: મે-જૂનના ધોમધખતા તડકામાં વધી જાય છે આ બીમારીનો ખતરો, આ રીતે ખુદનો રાખો ખ્યાલ

ઉનાળામાં મહિલાઓને આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

ગાયનેકોલોજિસ્ટ્સ અનુસાર ઉનાળાની ઋતુમાં મહિલાઓની સમસ્યાઓ પણ વધી શકે છે. સતત પરસેવાથી ડિહાઇડ્રેશન થવાનું જોખમ રહેલું છે, જે માસિક સ્રાવને અસર કરી શકે છે. પીરિયડ્સ દરમિયાન તેમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ)નું જોખમ પણ હોય છે. વધુ પડતો પરસેવો ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને બગાડે છે અને ત્વચામાં ખંજવાળ પેદા કરી શકે છે.

સ્ત્રીઓએ ઉનાળામાં કેરી, પપૈયા અને અનાનસ જેવા વધુ પડતા ગરમ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ગર્ભાશયને સંકોચવાનું કારણ બની શકે છે, જે માસિક સ્રાવને અસર કરી શકે છે. આ ઋતુમાં પુષ્કળ પાણી પીઓ, સ્વસ્થ આહાર લો અને શરીરની સ્વચ્છતા જાળવો.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Embed widget