(Source: ECI/ABP News/ABP Majha)
રાતની બચેલી રોટલીમાંથી બનાવો પનીર રોલ્સ, તંદૂરીનો સ્વાદ લાગે છે અદ્ભુત
તમે રાત્રિ ભોજનમાં બચેલી રોટલીની મદદથી સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી શકો છો. આ વાનગીનું નામ તંદૂરી પનીર રોલ છે. અહીં જાણો તેને બનાવવાની રેસિપી
Tandoori Paneer Roll Recipe: બીજા દિવસે રાતથી બચેલી રોટલી ખાવાનું કોઈને ગમતું નથી. પરંતુ જ્યારે તમે તેની મદદથી સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરો છો. ત્યારે તે બધાને ખૂબ જ ભાવે છે. અહીં અમે તમને જૂની રોટલીમાંથી તંદૂરી પનીર રોલ્સ બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. તેનો સ્વાદ અદ્ભુત છે અને તમે તેને સવારના નાસ્તામાં બાળકો અને પુખ્ત વયના લોકોને પીરસી શકો છો. તેને કેવી રીતે બનાવવું તે અહીં જુઓ..
તંદૂરી પનીર રોલ્સ બનાવવા માટેની સામગ્રી
- વધેલી રોટલી
- કોથમીરની ચટણી
- દહીં
- ચીઝ
- છીણેલું આદુ
- છીણેલું લસણ
- મરચું પાવડર
- ધાણા પાવડર
- ગરમ મસાલા
- જીરું પાવડર
- તંદૂરી મસાલા
- મીઠું
- ડુંગળી
- ઘી
તંદૂરી પનીર રોલ્સ બનાવવા માટેની સરળ રીત
તંદૂરી પનીર રોલ્સ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં દહીં લો અને પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, તંદૂરી મસાલો, છીણેલું આદુ, છીણેલું લસણ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પેસ્ટમાં પનીરના કેટલાક ક્યુબ્સ ઉમેરો અને ફરી એકવાર મિક્સ કરો. પછી એક પેનમાં ઘી ગરમ કરો અને પનીરને થોડું શેકી લો. તેને 3 થી 4 મિનિટમાં ઉતારી લો. હવે વાસી રોટલી લો અને તેના પર લીલી ચટણી લગાવો. પનીરનું મિશ્રણ એક બાજુ ફેલાવો અને પછી ઉપર થોડી ડુંગળી મૂકો. પછી રોટલી વાળી લો. એક પેનમાં ઘી ગરમ કરો અને પછી આ રોલ્સને સારી રીતે ફેરવીને શેકી લો. વાસી રોટલીમાંથી બનાવેલ તંદૂરી પનીર રોલ તૈયાર છે. તેને ફુદીનાની ચટણી અથવા મેયોનીઝ સાથે સર્વ કરો.
હેલ્ધી અને ટેસ્ટી છે પાલક સાથે બનેલું પનીરનું આ શાક, મિનિટોમાં જ થઈ જશે તૈયાર
Palak Paneer Bhurji Recipe: હવે લોકો ધીમે ધીમે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ રહ્યા છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી ફૂડ ખૂબ જ જરૂરી છે. તેમજ તેનાથી સ્થૂળતા પણ નથી વધતી. જો તમે લો ફેટ કેલરી ડાયટ પર હોવ તો પાલક અને પનીરની આ ભુર્જી પરફેક્ટ છે. જેને તમે સવારના નાસ્તામાં બનાવીને ઝડપથી તૈયાર કરી શકો છો. તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગશે. તમે તેનો ઉપયોગ ઢોસા અથવા ચીલા માટે પૂરણ તરીકે પણ કરી શકો છો. તો ચાલો જાણીએ ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર ભુરજી કેવી રીતે બનાવવી.
પાલક પનીર ભુર્જી માટેની સામગ્રી
100 ગ્રામ પાલક
એક ચમચી તેલ
બારીક સમારેલી ડુંગળી
બારીક સમારેલા ટામેટાં
લીલા મરચા બારીક સમારેલા
આદુ બારીક સમારેલુ
તજ
લીલા ધાણા
સ્વાદ માટે મીઠું
100 ગ્રામ પનીર
પાલક અને પનીર ભુર્જી કેવી રીતે બનાવવી?
તમે મિનિટોમાં નાસ્તા માટે પાલક અને પનીર ભુર્જી તૈયાર કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે બાળકો પણ તેને ખાવાનું પસંદ કરશે. આ શાક બનાવવા માટે સૌથી પહેલા પાલકને ધોઈને બારીક સમારી લો. પનીરને પણ હાથ વડે તોડીને તેનો ભૂકો કરી લો. હવે પેનમાં તેલ મૂકીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. જીરું તતડવા લાગે એટલે તેમાં બારીક સમારેલા લીલા મરચા અને આદુ ઉમેરો. તમાલપત્ર અને તજ પણ નાખો.
પછી ડુંગળીના ટુકડા ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેમાં પાલક ઉમેરો અને લગભગ બેથી ત્રણ મિનિટ પકાવો. બફાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો. આ સાથે બધા મસાલા હળદર, ગરમ મસાલો, ધાણા પાવડર ઉમેરો. ત્યારબાદ મીઠું નાખો. બે મિનિટ ઢાંકી દો. જેથી ટામેટાં સારી રીતે મીક્ષ થઈ જાય. તેને ધીમી આંચ પર સારી રીતે હલાવો અને તેમાં પનીરના ટુકડા નાખીને મિક્સ કરો. બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહી ગેસની ફ્લેમ બંધ કરી દો. તૈયાર છે પાલક-પનીર ભુરજી. રોટલી, પરોંઠા સાથે ખાઈ શકો છો સાથે જ તમે તેને ચીલા અથવા ઢોંસામાં પૂરણ તરીકે ભરીને પણ મજા માંણી શકો છો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )