Monsoon Health Tips: ચોમાસામાં આ રીતે વધારો Immunity, અજમાવો આ દેશી નુસખા
Monsoon Tips: આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં ભેજને કારણે બેક્ટેરિયલ-ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. આ રોગોનો સૌથી વધુ ભોગ એવા લોકો હોય છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.
Monsoon Disease: ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાએ હવામાનને ઠંડુ અને આહલાદક બનાવ્યું છે, પરંતુ તાપમાનમાં વારંવાર ફેરફારને કારણે રોગોનું જોખમ પણ વધી ગયું છે. અનેક પ્રકારની એલર્જી અને ચેપી રોગો વધી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં ભેજને કારણે બેક્ટેરિયલ-ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. આ રોગોનો સૌથી વધુ ભોગ એવા લોકો હોય છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેથી જ આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાક અને ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવો જાણીએ ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખાસ ટિપ્સ...
ફળનું સેવન
ચોમાસામાં તમારા આહારમાં ફળોનો સમાવેશ ચોક્કસ કરો. જો આ કેરીની સિઝન છે તો તમે તેનું સેવન કરી શકો છો. કેરીમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
હૂંફાળું પાણી
વરસાદમાં દૂષિત પાણી પીવાથી પેટને લગતી બીમારીઓ વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ આ સિઝનમાં માત્ર હૂંફાળું પાણી પીવાની સલાહ આપે છે. સવારે વહેલા ઉઠીને હુંફાળું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. આનાથી ગળામાં ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો થાય છે.
લવિંગ-મરી અને તજનું મિશ્રણ
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉકાળો રામબાણની જેમ કામ કરે છે. વરસાદમાં ઈન્ફેક્શનનો ખતરો ઘણો વધી જાય છે, આવા સમયે ઉકાળાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. લવિંગ, કાળા મરી, તજ અને તુલસીના પાનમાંથી બનાવેલો ઉકાળો તૈયાર કરીને પીવો. તેનાથી ગળાની ખરાશ અને આવી અન્ય સમસ્યાઓ દૂર થશે અને શરીર રોગો સામે લડવા માટે મજબૂત બનશે.
હળદરવાળું દૂધ
હળદરવાળું દૂધ પીવું સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. હુંફાળા દૂધમાં એક ચપટી હળદર ભેળવીને રાત્રે પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. હળદરમાં જોવા મળતા કર્ક્યુમિન કમ્પાઉન્ડ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આનાથી રાત્રે ઊંઘ સુધરે છે અને દુખાવો અને થાક દૂર થાય છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )